Get The App

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે 1 - image

વડોદરાઃ તા.૨૬ ફેબુ્રઆરીથી શરુ થનારી ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પણ પરીક્ષા કેન્દ્રોનું લોકેશન જાણી શકશે તેવી વ્યવસ્થા આ વખતે કરવામાં આવી છે.

ઈન્ચાર્જ ડીઈઓ મહેશ પાંડેએ કહ્યું હતું કે, ધો.૧૦ અને ૧૨ના ૨૬૭ પરીક્ષા કેન્દ્રો વડોદરા શહેર અને જિલ્લામાં છે.આ તમામ પરીક્ષા કેન્દ્રોના ક્યૂઆર કોડ તૈયાર કરાઈ રહ્યા છે.જે આવતીકાલ, મંગળવાર સુધીમાં સ્કૂલોને ડિજિટલ બૂકલેટના સ્વરુપમાં મોકલી આપવામાં આવશે.સ્કૂલો દ્વારા એ પછી વાલીઓ અને વિદ્યાર્થીઓને વોટસએપ અને બીજા સોશ્યલ મીડિયાના માધ્યમથી આ ક્યૂઆર કોડ મોકલવામાં આવશે.વાલીઓ અને વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં બેઠક નંબર હશે તે સ્કૂલનું લોકેશન ક્યૂઆર કોડ સ્કેન કરીને જાણી શકશે.જેનાથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં મદદ મળશે.

ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર ખોદાયેલા ખાડાઓ અને ટ્રાફિક જામની સ્થિતિના કારણે આ વખતે વાલીઓ અને વિદ્યાર્થીઓને લોકેશન મોકલવાનું નક્કી કરાયું છે.

બોર્ડ પરીક્ષા માટે ધો.૧૦ના ચાર અને ધો.૧૨ના બે સ્ટ્રોંગરુમ કાર્યરત 

ગુજરાત બોર્ડની પરીક્ષાઓના પ્રારંભ આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તો તંત્ર દ્વારા પણ પરીક્ષા કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.મળતી વિગતો પ્રમાણે પરીક્ષા માટે ધો.૧૦ ના ચાર અને ધો.૧૨ના બે સ્ટ્રોંગ રુમ તૈયાર કરવામાં આવ્યા છે.આ સ્ટ્રોંગરુમમાં પરીક્ષાનું તમામ  સાહિત્ય પણ પહોંચાડી દેવામાં આવ્યું છે.સ્ટ્રોંગરુમ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.