Gujarat

જેમને કોરોના ભરખી ગયો હતો તેવા ૧૫ મૃતકોના વારસદારોને શોધવા મથામણ

By GS Team
24 Feb 20222 mins read
This article was originally published on 24 Feb 2022
જેમને કોરોના ભરખી ગયો હતો તેવા ૧૫ મૃતકોના વારસદારોને શોધવા મથામણ

ભુજ, બુધવાર

કોરોનાની બીજી લહેરમાં મોતને ભેટેલા મૃતકોના વારસદારોને શોધવાની ઉલટીગંગા કચ્છના વહીવટી તંત્રમાં જોવા મળી છે. ત્રીજી લહેરના પ્રારંભે કોરોનાના કેસો ઝડપભેર નોંધાયા હતા પરંતુ મૃતકાંક ખુબ ઓછો હતો. જો કે, બીજી લહેરમાં કચ્છમાં પણ હજારો લોકો મોતને ભેટયા હતા. જે તે સમયે જિલ્લાના આરોગ્ય અને વહીવટી તંત્ર મૃતકોની ઓળખ છુપાવાતી હતી પરંતુ રાજય સરકારે મૃતકોના વારસદારોને સહાયની જાહેરાત કરતા જ ભાંડો ફુટયો હતો. એવામાં હવે તો મૃતકોના વારસદારોને શોધવા પડે તેવી ઉલટી ગંગા કચ્છમાં જોવા મળતા આશ્ચર્ય ઉપજે છે.

કચ્છમાં કોરોનાથી મોતને ભેટેલા મૃતકોના વારસદારોને સહાય ચુકવાઈ છે જો કે હજુ પણ તંત્રના ચોપડે ચડી ચુકેલા ૧૫ મૃતકોના વારસદારોનો કોઈ અતો પતો નાથી. પરિણામે, આ મૃતકોની નામ જોગ યાદી બહાર પાડીને તેમના વારસદારોને સહાય લેવા બાબતે સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી એક યાદીમાં જણાવાયુ હતુ કે,  કચ્છ જિલ્લાને આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર રીતે કોવીડ-૧૯ થી થયેલ મૃત્યુ જાહેર કરેલ યાદી પૈકી તા.૨૧/૦૨/૨૦૨૨ સુાધીમાં ૧૫ મૃતકોના વારસદારશ્રીઓ/પરીવારજનોના તમામ પ્રયત્નોથી માહિતી મેળવવા છતા સંપર્ક થઇ શકેલ નાથી. 

આ મૃતકોના વારસદારઓ/પરિવારજનોને જો કોઇ પણ જગ્યાએાથી કોવીડ-૧૯ ની  રૃપિયા ૫૦,૦૦૦/- ની સહાય ના મળેલ હોય તો વારસદારના રહેઠાણને સંલગ્ન તાલુકાની મામલતદાર કચેરી આૃથવા મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની કચેરી, (ડીઝાસ્ટર શાખા), ભાડા ઓફિસની બાજુમાં, સ્વામીનારાયણ મંદિરની સામે, ભુનો ચાલુ કામકાજના દિવસો અને કચેરી સમય દરમ્યાન મૃતકના વારસદારોની વિગતો તાથા બેંક ખાતાની વિગતો સાથે રૃબરૃ સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અને જો સહાય મળી ગઈ હોય તો તે વારસદારના રહેઠાણને સંલગ્ન તાલુકા મામલતદારની કચેરીમાં સંપર્ક કરી જાણ કરવા આૃથવા મામલતદાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલની કચેરીના કંટ્રોલ રૃમ નં. ૦૨૮૩૨-૨૫૨૩૪૭ પર જાણ કરવા અપીલ કરાઈ છ નિવાસી અિધક કલેકટર કચ્છ હનુમંતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.