Gujarat

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી

By GS TEAM
13 May 20261 min read
TukuTouch Logo
ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, 'આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો....'

Summarized by AI; it may make mistakes. Check important info

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી

Gujarat DGP On Accused Reconstruction: ગુજરાતમાં આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવાના પોલીસના વલણ સામે ઈન્ચાર્જ DGP કે.એલ.એન. રાવે ચેતવણી ઉચ્ચારી છે. DGPએ સ્પષ્ટ શબ્દોમાં આદેશ કર્યો છે કે, 'આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો....'

આરોપીના વરઘોડા કાઢવાનું બંધ કરો....: DGP 

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓએ ગુનાહિત સ્થળે અથવા જાહેર સ્થળે લઈ જઈને  વરઘોડા કાઢવાની પદ્ધતિ સામે DGPએ કડક વલણ અપનાવ્યું છે. આ મામલે DGPએ લેખિતમાં આદેશ જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી નહીં શકાય અને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું નહીં. આમ, આરોપીને જાહેરમાં લાત કે લાકડી મારવી નહીં. તેમજ તેમની પાસે જાહેરમાં માફી મંગાવી નહીં.'

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદાઓ પોકળ સાબિત થયા હોવાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ

સરઘસ અને વરઘોડાના નામે આરોપી સાથે કરાતા વર્તનને લઈને કડકાઈ દાખવતા DGPએ જણાવ્યું કે, 'આરોપીઓ સાથે ગેરવર્તણૂક કરવી નહીં. આરોપીઓ સાથે આ પ્રકારનું વર્તન થશે તો ઉચ્ચ કક્ષાએ જવાબ આપવો પડશે.' આમ, ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે નિર્ણય લેવામાં આવ્યો છે.