Gujarat

કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત

By GS Team
11 Sep 20241 min read
This article was originally published on 11 Sep 2024
TukuTouch Logo
કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

કચ્છના નખત્રાણામાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, સુરત જેવી જ મોડસ ઓપરેન્ડી, 8 લોકોની અટકાયત

Stone Pelting At Ganesh Pandal In Nakhtrana : રાજ્યમાં ગણેશ મહોત્સવની ઉજવણી વચ્ચે પથ્થરમારાની ઘટના વધી રહી છે, સુરત, વડોદરા, ભરૂચ બાદ કચ્છમાં પણ ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બની છે. ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પણ સુરતની જેમ બાળકોનો ઉપયોગ કરીને શાંતિ ડહોળાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તોફાની તત્વોએ નજીકમાં આવેલા એક મંદિર પર અન્ય ધર્મનો ઝંડો પણ લગાવ્યો હતો.

ચાર સગીર સહિત આઠની અટકાયત

કચ્છના નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાની જાણ થતા જ પોલીસે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરીને મૂર્તિ ખંડિત કરનારા આઠ વ્યક્તિની અટકાયત કરી છે. જેમાં ચાર સગીરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિંદુ સંગઠનોનો વિરોધ વકર્યો, બેરિકેડ્સ તોડ્યા, પોલીસનો લાઠીચાર્જ

આ લોકોની કરાઈ અટકાયત:

1. મૌલાના ગુલામ હુસેન જાફર

2. આસિફ સુમરા પઢિયાર

3. સાહિલ રમજાન મંધારા

4. હનીફ જુસન મંધારા

પોલીસે શું કહ્યું ?

પોલીસે જણાવ્યું હતું કે, નખત્રાણાના કોટડા જડોદરા ગામમાં ગણેશ પંડાલ પર ગઈ કાલે (10 સપ્ટેમ્બર) સાંજે પથ્થરમારો થવાની લોકલ પોલીસ સ્ટેશનને જાણ થતાની સાથે ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરુ કર્યું હતું. શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસે ખાતરી આપી છે.