અમરેલીના ચતુરી ગામમાં સિંહના હુમલામાં બાળકના મોત બાદ મોટી કાર્યવાહી, 8 સિંહને વનવિભાગે પાંજરે પૂર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News: અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહના હુમલામાં પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમ દોડતી થઈ હતી. ત્યારે હવે ઘટના ત્રીજા દિવસે વન વિભાગે મેગા ઓપરેશન હાથ ધરીને મોડી રાત્રે ત્રણ સિંહોને રેસ્ક્યૂ કરી પાંજરે પૂર્યા હતા. આમ, બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ વન વિભાગ દ્વારા પ્રથમ જ દિવસે ચતુરી ગામ અને આસપાસના વિસ્તારમાંથી પાંચ સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. આમ અત્યારસુધી વન વિભાગની ટીમે કુલ આઠ સિંહને પકડી પાંજરે પૂર્યા છે.
પાંચ વર્ષનાના બાળક પર સિંહ હુમલાની ઘટના, આઠ સિંહ પાંજરે પૂર્યા
વન વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર, એક નર સિંહની ઊલટીમાંથી મળી આવેલા બાળકના અવશેષોને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે અન્ય સિંહોના જરૂરી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવાની કામગીરી હાથ ધરાઈ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ખાંભાના ચતુરી ગામે દાદાની આંગળી પકડીને ચાલી રહેલા પાંચ વર્ષના બાળક પર અચાનક સિંહણે હુમલો કરીને ઉઠાવી લઈ ગઈ હતી. ઘટના બાદ આશરે એક કિલોમીટરના અંતરથી સીમ વિસ્તારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં માતા-પિતાએ પોતાનો એકના એક સંતાન ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
સમગ્ર મામલે ખાંભાના વન અધિકારીએ જણાવ્યું હતું કે, 'બાળક પર હુમલાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા સિંહને પાંજરે પૂરવાની કામગીરી કરી હતી. જેમાં કુલ આઠ સિંહ પકડવામાં આવ્યા છે.'









