Get The App

પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
પાલિતાણા-બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે 1 - image

ફાગણ ફેરીના અવસરે શ્રધ્ધાળુઓની ભીડને ધ્યાને રાખી

આજે બપોરે બાંદ્રાથી અને શુક્રવારે પાલિતાણાથી સાંજે પ્રસ્થાન થશે, ટિકિટ ભાડુ વધું ચૂકવવું પડશે

ભાવનગર -  પાલિતાણામાં યોજાનારા ફાગણ ફેરીના અવસરમાં જૈન શ્રધ્ધાળુઓની વધારાની ભીડને ધ્યાને રાખી રેલવે તંત્ર દ્વારા પાલિતાણા-બાંદ્રા વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે.

પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા-બાંદ્રા વચ્ચે વિશેષ ટ્રેન ચલાવવા મંજૂરી અપાઈ છે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી આવતીકાલ તા.૬-૫ને બુધવારે બપોરે ૧૨-૧૫ કલાકે પ્રસ્થાન થઈ બીજા દિવસે વહેલી સવારે ૫-૧૦ કલાકે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે પાલિતાણાથી તા.૮-૫ને શુક્રવારે સાંજે ૫ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૭-૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી માટે યાત્રિકોએ વધુ ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેન બન્ને દિશામાં સિહોર, સોનગઢ, ધોળા, બોટાદ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરવલી સ્ટેશન પર ઉભી રહેશે. યાત્રિકોની સુવિધા માટે ટ્રેનમાં સ્લીપર અને એસએલઆરડી કોચ ઉપલબ્ધ રહેશે. ટિકિટોનું બુકિંગ આજે તા.૫-૫ને મંગળવારથી તમામ યાત્રી આરક્ષણ કેન્દ્રો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૃ થઈ ચૂક્યું છે તેમ વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક-ભાવનગરે જણાવ્યું છે.