Gujarat

દિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાની સ્પેશિયલ ઓલિમ્પિકસ યોજાઇ

By GS Team
28 Nov 20211 min read
This article was originally published on 28 Nov 2021
દિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાની  સ્પેશિયલ ઓલિમ્પિકસ યોજાઇ

ભરૂચ: તારીખ 28 ને 29 ભરૂચ ખાતે જીલ્લા કક્ષાનો દ્વિદિવસીય સ્પેશ્યલ ઓલમ્પિકસ દિવ્યાંગ બાળકોની કલરવ શાળા ખાતે યોજાયો હતો. જેમાં કલરવ, અસ્મિતા વિકાસ કેન્દ્ર , સર્વશિક્ષા અભિયાન, ડાયેટના કોસંબા શૈશવ અંકલેશ્વરના 70 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બે દિવસ ચાલનારા જિલ્લા કક્ષાના સ્પેશ્યલ ઓલમ્પિકમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કલરવ સ્કૂલ શાળા ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલમ્પિક માં શાળાના પ્રમુખ ટ્રસ્ટી પ્રવીણ મોદી અને નીલા મોદી, અસ્મિતા વિકાસ કેન્દ્ર, સર્વશીક્ષા અભિયાન તેમજ ડાયેટના કોસંબા શૈશવ ના સંચાલકો અને દિવ્યાંગ બાળકો સાથે તેમના વાલીઓ હાજર રહ્યા હતા.