Gujarat

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા

By GS TEAM
6 May 20261 min read
TukuTouch Logo
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રાત્રે એક યુવકે તેના પૂજારી પિતા ઉપર ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત પિતાને હોસ્પિટલમાં લવાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા

Vadodara Crime : વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં રાત્રે એક યુવકે તેના પૂજારી પિતા ઉપર ચપ્પુના ઘા ઝીંકતા ઇજાગ્રસ્ત પિતાને હોસ્પિટલમાં લવાયા છે. 

ખોડીયાર નગરના સિદ્ધેશ્વર હાર્મની ખાતે રહેતા અને પૂજારીનો વ્યવસાય કરતા જયંતીભાઈ નાગર તેમના ઘરે આવ્યા ત્યારે પુત્રએ પૈસાની માંગણી કરી ઝઘડો કર્યો હતો. જેથી પિતાએ પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. 

આથી ઉશ્કેરાયેલા પુત્ર હાર્દિકે પિતાને ગાળો ભાંડી ચપ્પુના ઘા ઝીંકતા તેઓ લોહી લુહાણ થયા હતા. ઉપરોક્ત બનાવવા બાદ ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે હોસ્પિટલમાં લવાયા હતા. જ્યારે પુત્ર ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.