Get The App

સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ 1 - image

Surat Corporation : સુરતમાં વરસાદની શરૂઆત થાય તે પહેલાં કતારગામની કેટલીક સોસાયટીના રહીશો રસ્તા બનાવવા માટે પોતાની તમામ બાહેધરી આપી રહ્યાં છે. તો બીજી તરફ કતારગામ ઝોનના અધિકારીઓ રસ્તાની કામગીરી ઝડપી શરુ કરવાના બદલે કામગીરી વિલંબમાં થાય તેવી કામગીરી કરી રહ્યાં હોવાની ફરિયાદ બહાર આવી છે. ચોમાસા પહેલા સીસી રોડ બને તે પહેલાં કતારગામ સિંગણપોરની એક સોસાયટીના રહીશોએ સીસી રોડ માટેની તમામ કામગીરી પુરી થઈ છે અને ઓટલા દુર કરવામા આવે તો વિરોધ ન થાય તેવું લેખિત આપ્યું છે. તો બીજી તરફ કતારગામ ઝોનના કાર્યપાલક ઈજનેરે કામગીરી ઝડપથી શરૂ કરાવવાના બદલે સીટી સર્વેને પત્ર લખીને રસ્તાના નકલની માંગણી કરી છે. આ પ્રક્રિયા લંબાશે તેના કારણે રસ્તાની કામગીરી ઘોંચમાં પડે તેવી સ્થાનિકો ફરિયાદ કરી રહ્યાં છે. 

સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ 2 - image

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં સિંગણપોર વિસ્તારમાં તળાવ ફળિયું આવ્યું છે આ તળાવ ફળિયામાં સીસી રોડ બનાવવા માટે સોસાયટીના લોકોએ પાલિકામાં અરજી કરી હતી. આ અરજી બાદ સોસાયટીના લોકોએ પાલિકાને પત્ર લખ્યો છે તેમાં રોડ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે અને ત્યાર બાદ રોડની કામગીરી શરુ કરવા માટે કતારગામ ઝોનને બાંહેધરી પત્ર આપ્યા છે. આ પત્રમાં રોડનાં લાઈન લેવલ મુજબના ખોદાણ કામગીરી દરમ્યાન રોડ ઉપર માલિકી કરતા વધારેનું નીકળી આવતું ગેરકાયદેસરનું બાંધકામ કે ઓટલો વિગેરે હશે તે સ્વેચ્છાએ દુર બાંહેધરી આપી હોવાનો ઉલ્લેખ છે. સાથે તેઓ ઓટલા દૂર કરવાની કામગીરીમાં કોઈ વિરોધ કરશે નહી તેવી પણ બાંહેધરી આપી છે. 

આ ઉપરાંત રોડની કામગીરી પહેલા મહોલ્લામાં ગટર લાઈન અને પાણીની લાઈનનું કામ પુરું થઈ ગયું છે રોડ બન્યા બાદ કોઈપણ રહીશે ગટર લાઈન અને પાણીની લાઈનનું કનેક્શન મેળવવાનું થાય અને તે માટે રોડ તોડવામાં આવે તો તે બાબતની સંપૂર્ણ ખર્ચની જવાબદારી જે તે રહીશોની રહેશે તેવી પણ ખાતરી આપી છે. રોડના કામકાજમાં જે કઈ પણ સેટલમેન્ટ આવે તો તે બાબતને લઈ અમો કોઈ વાંધો વિરોધ તર તકરાર કરીશું નહીં તેની પણ આ લેખિતમાં સહી કરી બાંહેધરી આપીએ છીએ તેનો પણ ઉલ્લેખ કર્યો છે. 

સુરત પાલિકાની સરળ કામગીરીને અઘરી બનાવતા પાલિકાના કેટલાક અધિકારીઓ 3 - image

રહીશોની આટલી લેખિત બાંહેધરી બાદ ચોમાસું શરૂ થાય તે પહેલાં કોન્ટ્રાક્ટ અપાયો છે તે રોડની કામગીરી શરૂ કરવાના બદલે કતારગામ ઝોનના ઝોનલ ઓફિસરે સીટી સર્વે ઓફિસમાં પત્ર લખ્યો છે. જેમાં જે વિસ્તારમાં સીસીરોડ બનાવવાનો છે જેમાં રસ્તાની નકલની માંગણી કરી છે. સીટી સર્વે ઓફિસ નકલ આપશે ત્યાર બાદ પાલિકા રોડની કામગીરી શરૂ કરે તો ચોમાસુ આવી જાય અને કામગીરી અટકી જાય તેવી શક્યતા છે. જેથી સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યારે અમે બાહેધરી આપે છે ત્યારે પાલિકાના અધિકારીઓ રોડ બનાવવાની કામગીરી ઝડપી બનાવવાના બદલે કામગીરીમાં વિલંબ થાય તેવી રીતે ફાઈલ ફાઈલની રમત કરે છે તેથી કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે.