Gujarat

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો

By GS TEAM
19 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના સોમા તળાવ નજીકની વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનના સમારકામ માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા 15 દિવસથી યથાવત રાખવામાં આવતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો

Vadodara Soma Lake : વડોદરા શહેરના સોમા તળાવ નજીકની વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઈનના સમારકામ માટે ખોદવામાં આવેલો ખાડો છેલ્લા 15 દિવસથી યથાવત રાખવામાં આવતા સ્થાનિક રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

રહીશોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરના પાણી ભળવાની ફરિયાદો ઉઠી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે ખોદકામ કરીને પાણીની લાઈનનું સમારકામ કર્યું હતું. સમારકામ બાદ સોસાયટીના આગળના વિસ્તારોમાં ચોખ્ખું પાણી મળવાનું શરૂ થતાં સમસ્યામાં આંશિક રાહત મળી છે. જોકે, સોસાયટીના પાછળના ભાગની ચાર લાઈનોમાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે. 

રહીશોએ જણાવ્યું હતું કે, મુખ્ય માર્ગની વચ્ચોવચ ખોદાયેલો ખાડો છેલ્લા 15 દિવસથી ખુલ્લો પડ્યો હોવાથી અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. ઉપરાંત માર્ગ પર અવરજવરમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક કામગીરી પૂર્ણ કરીને ખાડો પુરવાની તેમજ પાછળના વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.