Gujarat

વડોદરા: વાડી વિસ્તારમાં બે કારમાં લાગેલી આગનો ભેદ ખૂલ્યો

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
વડોદરા: વાડી વિસ્તારમાં બે કારમાં લાગેલી આગનો ભેદ ખૂલ્યો

વડોદરા, તા. 30 

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં ધંધાની હરિફાઇમાં ધંધો પડી ભાંગે તે હેતુથી કારને આગ ચાપી  અઢી લાખનું નુકસાન પહોંચાડવા બદલ પોલીસે બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી હતી.

વડોદરાના વાડી વિસ્તારમાં રહેતા યાસીનખાન પઠાણ જીવન જરૂરિયાત પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓનું વેચાણ કરે છે. વેપાર કરવા માટે તેમણે ઇકો કાર ખરીદી હતી. જે કાર તેઓ મકાનની બાજુમાં પાર્ક કરતા હતા . તેમણે ફરિયાદ નોંધાવી હતી કે ,28મી ડિસેમ્બરના રોજ મળસ્કે ચાર વાગ્યાના સુમારે અજાણી વ્યક્તિ તેમના મકાનના દરવાજા ઉપર ફટકા મારતો હતો. જેથી તેમણે દરવાજો નહીં ખોલી પોલીસ કંટ્રોલને જાણ કરી હતી. આ સમયે તેમણે ટેરેસ ઉપરથી જોતા તેમની કારનો કાચ તૂટેલો હતો અને અનીશ દારૂવાલા ભાગતોજરે ચડયો હતો. પોલીસ આવી જતા તેમણે સલીમ તથા અન્ય વિરુદ્ધ અરજી આપી હતી. એક કલાક બાદ મળસ્કે પાંચ વાગે પાડોશીએ જણાવ્યું હતું કે ,તમારી કારને આગ લાગી છે. બનાવને પગલે દોડી આવેલી ફાયર બ્રિગેડ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં ઇકો કાર સળગીને ખાખ થઈ ગઈ હતી જ્યારે બાજુમાં પાર્ક કરેલી પાડોશીને કારને પણ સળગવાથી નુકસાન પહોંચ્યું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા એક શખ્સ ઇકો  કારના તૂટેલા કાચ માંથી કારમાં પ્લાસ્ટિક નાખી દિવાસળી ચાંપી કાર સળગાવતો નજરે ચડયો હતો. જે શખ્સની ઓળખ થતા  પનીર દારૂવાલા ( રહે - નાલબંધવાળા ) હોવાની વિગતો સપાટી પર આવી હતી.

ધંધાની હરિફાઇમાં કાર સળગાવી નુકસાન પહોંચાડ્યું !

અત્રે નોંધનીય છે કે, અનીશના સગા ભાઇ સલીમ સાથે ધંધાની હરિફાઈ ચાલતી હોય અવારનવાર સલીમ સાથે ફરિયાદીની તકરાર થઇ હતી. અને જો ધંધો બંધ નહીં કરે તો મોટું નુકસાન કરીશ તેવી સલીમ ધમકી આપતો હતો. આ કાર ફરિયાદીના વેપાર માટે મુખ્ય પાસું હોય સલીમે તેના ભાઈ અનીસ મારફતે ગાડી સળગાવી નુકસાન પહોંચાડ્યું હતું.આમ આગ લાગવાની ઘટનામાં બંને કાર મળી અઢી લાખનું નુકસાન થયું હતું.