Get The App

SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો

110 કેસોમાં સંડોવાયેલો આરોપી સુનિલ ટેલર ટ્રક પરથી કૂદી પડતાં ઘાયલ

Updated: Mar 30th, 2026

GS TEAM

Google News
Google News
SMCને વડોદરા પોલીસ પર ભરોસો નથી,છાણી પોલીસના વોન્ટેડ આરોપીને SMCએ દારૃના કન્ટેનર સાથે ઝડપી પાડ્યો 1 - image

વડોદરાઃ વડોદરામાં લાખોની કિંમતના દારૃના કેસમાં વોન્ટેડ હોવા છતાં નામચીન ગુનેગારો છડેચોક દારૃનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાથી તેમને કોની છત્રછાયા છે તે મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે.

તાજેતરમાં જ જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાંથી એસએમસીએ રૃ.૩૮લાખનો દારૃ પકડયો હતો.જેમાં લાલુ સિન્ધી,સુનિલ અદો,મનોજ પાપડ સહિતના આરોપીઓ વોન્ડેટ હતા.એસએમસીની રેડની તપાસ છાણી પોલીસને સોંપાઇ હતી.

છાણી પોલીસ વોન્ટેડ ગુનેગારોને શોધી રહી હતી ત્યારે તેઓ દારૃના નેટવર્કમાં વ્યસ્ત હતા.જેથી ગઇરાત્રે એસએમસીએ રઢિયાપુરા ખાતે રેડ પાડી પકડાયેલા 43 લાખના દારૃના કેસમાં જવાહરનગર પોલીસના કેસમાં વોન્ટેડ આરોપી મનોજ પાપડને ઝડપી પાડ્યો છે.જ્યારે,અગાઉ જવાહરનગરના કેસની તપાસ કરતી છાણી પોલીસ સૂત્રધાર લાલુ સિન્ધી અને સુનિલ અદો સહિતના આરોપીને હજી પકડી શકી નહી હોવાથી ગઇકાલે નોંધાયેલા દારૃના કેસની તપાકસ હવે એસએમસી પોતે જ કરશે.

આ ગુનાનો આરોપી સુનિલ ટેલર નામનો ગુનેગાર 110 જેટલા ગુનામાં સંડોવાયેલો છે.જે ટ્રક પરથી કૂદીને ભાગવા જતાં બંને પગે અને હાથે ઇજા થઇ હતી.જેથી તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.