Get The App

રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ

એસએમસીની પાલનપુર-આબુ હાઇવે પર કાર્યવાહી

રાજસ્થાનના ઉદેપુર પાસે ગાંજાનું વાવેતર કરીને ગુજરાતના ડ્રગ્સ ડીલર સાથે મળીને કારોબાર કરવામાં આવતો હતો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ 1 - image

અમદાવાદ,સોમવાર

રાજસ્થાનમાં ગેરકાયદે ગાંજાની ખેતી કરીને અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાં ડ્રગ્સનો કારોબાર કરતા માફિયાઓ સાથે મળીને વેચાણ કરવાના કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ અને રાજસ્થાનમાં રહેતા ચાર શખ્સોને પાલનપુર-આબુ હાઇવે પર વોચ ગોઠવીને રૂપિયા ૧૦ લાખની કિંમતનો ૨૦ કિલો ગાંજો જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.


રાજસ્થાનથી ગુજરાતમાં ગાંજો સપ્લાય કરવાનું કૌભાંડ ઝડપાયુંઃચારની ધરપકડ 2 - imageસ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે સોમારામ પારગી અને તેના મળતિયા કૈલાશ બુબડિયા સાથે મળીને ગાંજો રાજસ્થાનથી અસલાલીમાં રહેતા ભરત ઠાકોર અને કમલેશ વાઘેલાને આપવાનો છે. જેના આધારે આબુ-પાલનપુર રોડ પર આવેલી એક હોટલ પર વોચ ગોઠવવવામાં આવી હતી. જેમાં પોલીસે કમલેશ વાઘેલા (રહે. માનવનગર સોસાયટી, વટવા), ભરત ઠાકોર (રહે. રઘુવીર એસ્ટેટ,અસલાલી), સોમારામ પારગી (રહે. સાડી ગામ, ઉદેપુર) અને કલ્પેશ બુબડિયા (રહે.પીડવારા, સિરોહી)ને ઝડપીને તપાસ કરતા કારમાંથી રૂપિયા ૧૦ લાખની કિંમતનો ૨૦ કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ભરત ઠાકોરની આર્થિક સ્થિતિ સારી નહોતી.  ત્યારે તેના મિત્ર રમેશ રાવળે જણાવ્યું હતું કે તે રાજસ્થાનથી સોમારામ પારગી અને કૈલાશ પાસેથી સસ્તામાં ગાંજો લાવીને સ્થાનિક વિસ્તારમાં વેચાણ કરે છે.  તેણે ભરત ઠાકોરને ગાંજાના ધંધામાં ભાગીદારીની ઓફર કરી હતી. જેથી ભરત ઠાકોર કમલેશ સાથે કારમાં ગાંજો લેવા માટે ગયો હતો અને આ માટે કમલેશને ૧૨ હજાર આપવાનું નક્કી કર્યું હતું. સોમારામ તેના ભાણિયા કૈલાશ સાથે મળીને ગાંજાની ગેરકાયદે ખેતી કરતો હતો અને ગાંજાના પાક તૈયાર થતા તેણે રમેશને ફોન કરીને ગાંજાની ડીલેવરી લઇ જવા માટે કહ્યું હતું. આ અગાઉ પણ લાખો રૂપિયાનોગાંજો અમદાવાદ ઉપરાંત, અન્ય જિલ્લાના ડ્ગ્સ ડીલર આપી ચુક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.