Gujarat

આસિત વોરાના નિવાસસ્થાને હલ્લાબોલ, સૂત્રોચ્ચાર-દેખાવો

By GS Team
18 Dec 20212 mins read
This article was originally published on 18 Dec 2021
આસિત વોરાના નિવાસસ્થાને હલ્લાબોલ, સૂત્રોચ્ચાર-દેખાવો

નકલી નોટો ઉડાડી વિરોધ પ્રદર્શન કરાયું

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષના ઘેર ચાંપતો બંદોબસ્ત : માણસા-જામનગરમાં ય રેલી નીકળી

અમદાવાદ : સરકારી ભરતી પ્રક્રિયામાં વારંવાર પ્રશ્નપત્ર ફુટી જતાં  હજારો પરીક્ષાર્થીઓ સાથે ક્રૂર મજાક  થઇ રહી હોય તેવુ  ચિત્ર ઉપસ્યુ  છે.એટલું જ નહીં, શિક્ષિત બેરોજગારો રોષે ભરાયાં છે. અમદાવાદ શહેરમાં  કોંગ્રેસી કાર્યકરોએ  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરાના નિવાસસ્થાનની બહાર નકલી નોટો ઉડાડી વિરોધ પ્રદર્શન કરાયુ હતુ.

સરકારી ભરતી પ્રક્રિયા હવે શંકાના ઘેરામાં આવી છે. એક બાજુૂ, હજારો આશાસ્પદ શિક્ષિત બેરોજગારો મહિનાઓની મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપતાં હોય છે ત્યારે બીજી બાજુ, ગોઠવણ પાડી સરકારી નોકરી મેળવવા પ્રયાસ થઇ રહયા છે જેથી શિક્ષિત યુવાઓમાં રોષ ભભૂક્યો છે.

ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરિક્ષાઓ પૈકી અત્યાર સુધીમાં 9 પરીક્ષાઓમાં પ્રશ્નપત્ર ફુટયા છે જેથી ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા સામે આંગળી ચિંધાઇ રહી છે.

આજે અમદાવાદમાં મણિનગર સિૃથત આસિત વોરાના નિવાસસૃથાનની બહાર કાર્યકરોએ નકલી નોટો ઉડાડી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતાં અને પોસ્ટર દેખાડી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. કોંગ્રેસના કાર્યકરોેએ આસિત વોરાના ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષપદેથી રાજીનામુ આપે તેવી માંગ કરી હતી.

આ સિૃથતીને જોતાં આસિત વોરાના નિવાસ સૃથાને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આખરે વિરોધ કરતાં કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી.  આ તરફ, માણસા અને જામનગરમાં ય હેડકલાર્કની પરીક્ષામાં પ્રશ્નપત્ર ફુટી જવાના મામલે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. રેલી કાઢીને કાર્યકરોને નકલી નોટો ઉડાડી આસિત વોરાના વિરૂધૃધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં.

પેપર કૌભાંડ બેકાર યુવાનોની લાગણીઓ સાથે માફ ન કરી શકાય તેવી રમત

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાના કૌભાંડમાં રોજ નવા નવા ભેદ ઉકેલાતા જાય છે છતાં સરકારી તંત્ર હજી કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું નથી તેવો રોષ લોકોમાં જાગ્યો છે. 186 જગ્યાઓ માટે 88 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપતા હોય અને કૌભાંડીઓ પેપર ફોડી ઉમેદવારોની પાસેથી લાખો રૂપિયા પડાવી ઘરભેગા કરી દે ત્યાં સુધી સરકાર ઉંઘતી રહે એ આંચકાજનક કહેવાય.

રાજ્યમાં લાખો બેરોજગારો ગુજરાન ચલાવવા નોકરી મેળવવા તરસી રહ્યા હોય ત્યારે આવા કૌભાંડો થાય અને સરકાર કોઈ કઠોર પગલાં જ ન લે એ કેવું ? વળી આ કૌભાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય ત્યારે સરકારની પાંગળી ભૂમિકા અનેક શંકાઓ ઉપજાવે છે. બેકાર યુવાનોની લાગણીઓ સાથેની આ રમત માફ ન કરી શકાય એવી છે એ સરકારે સમજી લેવાની જરૂર છે.