Get The App

ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
ગીર સોમનાથના સિડોકરમાં કરૂણ ઘટના, માતાજીના પૂંજ પ્રસંગમાં વીજ કરંટ લાગતા 3 યુવાનોના મોત 1 - image

Gir Somnath News: ગીર સોમનાથના સિડોકર ગામમાં આજે (પહેલી ઓક્ટોબર) વહેલી સવારે એક અત્યંત કરૂણ દુર્ઘટના બની છે, જ્યા માતાજીના પૂંજ પ્રસંગ દરમિયાન વીજ કરંટ લાગતા ત્રણ યુવાનોના કરૂણ મોત નિપજ્યાં છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પૂજા પ્રસંગ શોકમાં ફેરવાયો

પ્રાથમિક માહિતી અનુસાર, સિડોકર ગામમાં વહેલી સવારે રબારી સમાજ દ્વારા માતાજીનો પૂંજનો ધાર્મિક પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે ત્રણ લોકો ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઈલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા. તેમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ ત્રણેય યુવાનો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. આ દુર્ઘટનાએ ધાર્મિક પ્રસંગને ગમગીનીમાં ફેરવી નાખ્યો હતો. 

માહિતી અનુસાર લગભગ વહેલી સવારે હળવો વરસાદ ચાલુ હતો અને તે સમયે જ ત્રણ ભક્તો ચા ના ભંડારા નજીક ઊભા હતા. જોકે વરસાદથી બચવાનો પ્રયાસ કરતી વખતે તેઓ ઈલેક્ટ્રિક પેનલના સંપર્કમાં આવી જતાં કાળને ભેટી ગયા હતા.  

આ પણ વાંચો: મોરબીના હળવદમાં તળાવમાં ડૂબી જવાથી પિતા-પુત્રીનું કરુણ મોત, સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ

એક જ ધાર્મિક પ્રસંગમાં ત્રણ યુવાનોના મોત થતાં સમગ્ર સિડોકર ગામ અને રબારી સમાજમાં ઊંડો શોક છવાઈ ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સિડોકર ગામ પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.