Get The App

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી

Updated: Jun 24th, 2026

GS TEAM

Google News
Google News
પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી 1 - image

Vadodara Fire : વડોદરા જિલ્લાના પોર નજીક રમણ ગામડી GIDCમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બુધવારે ઇલેક્ટ્રિક લાઇનમાં થયેલા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.

વડોદરા જિલ્લાના પોર નજીક રમણ ગામડી GIDCમાં આવેલી પદ્મધારા સ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ મળતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટિંગ સાધનો સાથે સ્થળ પર દોડી ગઈ હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે બળેલી સામગ્રીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

ફાયર વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે કંપનીમાં મોટી નુકસાની તથા સંભવિત દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા નોંધાઈ નથી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ ઇલેક્ટ્રિક લાઇનમાં થયેલો શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.