Get The App

વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા નજીક ઉદલપુર ગામે નવા બ્રિજ મુદ્દે દુકાનદારોની આત્મવિલોપનની ચીમકી 1 - image

Vadodara : વડોદરા શહેર નજીક ઉદલપુર ગામ પાસે ખોટી દિશામાં બની રહેલો બ્રીજ મૂળ જગ્યાએ બનાવવા સ્થાનિક લોકો સહિત દુકાનદારોએ માંગ કરી હતી. માંગ ન સંતોષાય તો તમામે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે શહેર નજીકના ઉદલપુર ગામે નવો બ્રિજ મૂળ જગ્યાથી બીજી જગ્યાએ બનાવવાની કાર્યવાહી ગતિમાં છે ત્યારે, સ્થાનિક દુકાનદારો અને અન્ય લોકોએ તેનો સખત વિરોધ કર્યો છે. આ બ્રિજ અગાઉ જે જગ્યાએ હતો ત્યાં જ નવો બ્રિજ બનાવવાની સ્થાનિક દુકાનદારોની માંગ છે. તમામે જણાવ્યું હતું કે જો બ્રિજની દિશા બદલાય તો દુકાનદારોના ધંધા રોજગાર પડી ભાંગે તેવી સ્થિતિ સર્જાશે. નવી જગ્યાએ બ્રિજ બને અને નજીકમાં નવું કોમ્પ્લેક્સ બને તો ત્યાં દુકાનો ખરીદવી વેપારીઓને પોસાય તેમ નથી. હાલની જગ્યાએ બનતા બ્રિજને મૂળ જગ્યાએ નહીં બનાવાય તો દુકાનદારોએ ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરીને આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી.