સુરતના કોસંબામાં મહિલાનો મૃતદેહ મળવા મામલે ઘટસ્ફોટ, જાણો કોના પર શંકાની સોય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા નજીક સોમવારે (ત્રીજી નવેમ્બર) એક સનસનાટીભરી ઘટના સામે આવી હતી. રોડ પરથી એક બંધ ટ્રોલી બેગ મળી આવી હતી, જેમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવ્યા છે, જે હત્યા તરફ ઈશારો કરે છે. આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં આ મહિલાની હત્યા તેના પતિએ જ કરી હોવાની આશંકા છે. પતિએ હત્યા કર્યા બાદ મૃતદેહને 2.5 ફૂટની ટ્રોલી બેગમાં ભરીને રોડ પર ફેંકી દીધો હોવાનું પોલીસને આશંકા છે. મહિલા જ્યાં રહેતી હતી તે ઘર હાલમાં બંધ હાલતમાં મળી આવ્યું છે. મહિલાનો પતિ અને બાળક પણ ઘરે હાજર નથી.
આ પણ વાંચો: સાયલાના સુદામડા ગામે કરુણાંતિકા: નદીમાં ડૂબી જતાં 4 વર્ષીય બાળકીનું મોત
પોલીસના મતે, આ હત્યા પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાની સંભાવના છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને પતિ અને બાળકની શોધખોળ તેમજ હત્યા પાછળના ચોક્કસ કારણો જાણવા માટે દરેક દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.









