રાજકોટની હચમચાવતી ઘટના : મોબાઇલ જોવા ન મળતાં 12 વર્ષના બાળકે આત્મહત્યા કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot News : બાળકોથી માંડીને વૃધ્ધોમાં મોબાઈલમાં રીલ્સ વગેરે જોવામાં આખો દિવસ મશગુલ રહેવાનું દૂષણ ચરમસીમાએ પહોંચી રહ્યું છે અને હવે આ કુટેવ જીવલેણ બની રહી છે. રાજકોટમાં ચંદ્રેશનગર વિસ્તારમાં 12 વર્ષના વિદ્યાર્થીને બપોરે થોડા કલાક માટે મોબાઈલ વાપરવા નહીં મળતા તેણે આત્મહત્યા કરી લીધાનો બનાવ પોલીસમાં જાહેર થયો છે.
માલવિયાનગર પોલીસ મથકના સૂત્રો અનુસાર અહીંના ચંદ્રેશનગર મેઈન રોડ પર રહેતા અને નજીકમાં આવેલી રોયલ સ્કૂલમાં ધો.7માં અભ્યાસ કરતા સૌરભ રાકેશભાઈ પાંડે (ઉ.વ.12) એ સાંજે તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે જમાદાર સારંગભાઈએ તપાસ કરતા ચોંકાવનારી અને વાલીઓની આંખ ઉઘાડનારી વિગત બહાર આવી હતી.
સામાન્ય સ્થિતિના મૂળ યુ.પી.ના અને ચાર વર્ષથી ચંદ્રેશનગરમાં રહેતા રાકેશભાઈ પાંડેના બે પુત્રોમાં મોટો સૌરભને હાથમાં મોબાઈલ આવ્યા પછી તે સતત સ્ક્રીન જોયા રાખતો હતો. જ્યારે તેની આ ટેવ હદ બહાર વધી ગઈ ત્યારે પિતાએ તેને મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા સમજાવ્યો પરંતુ, તે આ ટેવને છોડી ન શક્યો.
આથી કંટાળીને રાકેશભાઈએ ગઈકાલે મોબાઈલનો પાસવર્ડ બદલાવી નાંખ્યો હતો. સૌરભે મોબાઈલ હાથમાં લીધો પરંતુ, તે પાસવર્ડ વગર ચાલુ નહીં થતા પાસવર્ડ માટે માતા પાસે ખૂબ જીદ પકડી. બાદમાં તેની માતા બપોર બાદ ઘરમાં વાસણ ધોતા હતા ત્યારે હતાશ સૌરભ રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. 108 મારફત હોસ્પિટલે પહોંચાડતા મૃત્યુ પામેલ જાહેર કરાયેલ છે. મૃતકને એક નાનો ભાઈ રૂદ્ર 5 વર્ષનો છે









