Gujarat

ધ્રાંગધ્રા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

By GS TEAM
13 Mar 20261 min read
ધ્રાંગધ્રા નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

આધારકાર્ડ, જાતિેના પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ સહિતની કામગીરી સ્થળ પર કરવામાં આવી

ધ્રાંગધ્રારાજ્ય સરકાર દ્વારા નાગરિકો સરકારી યોજના અને લાભોથી વંચિત ન રહી જાય તેના માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૃપે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ગુરુવારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આધારકાર્ડ, જાતિ અંગેના પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, જન્મ તથા મરણ પ્રમાણપત્ર સહિતની સુવિધાને એક જ સ્થળે રાખવામાં આવી હતી. જેના લીધે અરજદારોને પણ એક જ સ્થળેથી પોતાની દરેક કામગીરી અને લાભો મળી રહ્યા હતા. જ્યારે આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત તબીબી સેવા પણ રાખવામાં આવી હતી જેમાં મોટાભાગના શહેરીજનોએ લાભ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા મામલતદાર, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તથા કર્મચારીઓ અરજદારોની સેવા માટે ખડેપગે હાજર રહ્યા હતા.