Gujarat

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા

By GS TEAM
7 Dec 20251 min read
TukuTouch Logo
એ.ટી.એમ. સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયેલા સિનિયર સિટિઝનનું કાર્ડ ગઠિયાએ બદલી લઇ બીજું કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ 75 હજાર વિડ્રો કરી લીધા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

સિનિયર સિટિઝનનું કાર્ડ બદલી લઇ 75 હજાર વિડ્રો કરી લીધા

એ.ટી.એમ. સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયેલા સિનિયર સિટિઝનનું કાર્ડ ગઠિયાએ બદલી લઇ બીજું કાર્ડ આપી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ 75 હજાર વિડ્રો  કરી લીધા હતા.

છાણી રોડ ઝેવિયર નગર સોસાયટીમાં રહેતો અંકિત વિનોદભાઇ મેકવાન ગેંડા સર્કલ પાસે શો રૂમમાં નોકરી કરે છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત 1 લી તારીખે સવારે 11 વાગ્યે મારા પિતાજી વિનોદભાઇ મેકવાન  પૈસા ઉપાડવા માટે છાણી રોડ સિદ્ધાર્થ એલીગેન્સના એ.ટી.એમ.માં  ગયા હતા. મારા પિતાએ કાર્ડ નાખ્યું હતું. પરંતુ, ટ્રાન્જેક્શન ફેઇલ થયું હતું. તેમની સાથે ઊભેલી વ્યક્તિને મારા પિતાએ કાર્ડ આપ્યું હતું. જેથી, તેણે  પૈસા ઉપાડવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ,ટ્રાન્જેક્શ ફેઇલ થતા મારા પિતાજી ઘરે આવી ગયા હતા. મને કાર્ડ પરત આપ્યું હતું. ત્યારબાદ હું નોકરી જતો રહ્યો હતો.મારા એકાઉન્ટમાંથી સતત ત્રણ દિવસ સુધી 75 હજાર વિડ્રો થઇ  ગયા હતા. જેના કોઇ મેસેજ આવ્યા નહતા. ત્યારબાદ જાણ થઇ હતી કે, મારા  પિતાજીએ જે  વ્યક્તિને કાર્ડ આપ્યું હતું તેણે કાર્ડ બદલી નાખ્યું હતું અને તેણે મારા પિતાજી પાસેથી લીધેલા કાર્ડ પરથી રૂપિયા વિડ્રો કરી લીધા હતા.