Gujarat

સરદાર પટેલ યુનિર્સિટીમાં આજે સેનેટની ચૂંટણી યોજાશે

By GS Team
5 Feb 20221 min read
This article was originally published on 5 Feb 2022
સરદાર પટેલ યુનિર્સિટીમાં આજે સેનેટની ચૂંટણી યોજાશે

- 13 ઉમેદવારોનુ ભાવિ 72 હજાર મતદારોના હાથમાં

- સિન્ડીકેટપદ માટે મહત્વની ગણાતી સેનેટને લઇને શિક્ષણવિદોમાં હોડ

વલ્લભવિદ્યાનગર : સરદાર પટેલ યુનિમાં ફેકલ્ટી ઓફ ગ્રેજ્યુએટની સેનેટ બેઠક માટે આજે શનિવારે મતદાન યોજાનાર હોઇ શિક્ષણક્ષેત્રે ઉત્તેજના વ્યાપી છે.

તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આર્ટસ એન્ડ એજ્યુકેશન વિભાગમાંથી ઉમેદવારી નોધાવનાર વિક્રમ જોગારાણાનુ ઉમેદવારીપત્ર પાત્રતા ધરાવતા ન હોવાથી રદ કરવામા આવતા ચુંટણી મેદાનમાં ૧૩ ઉમેદવારો રહ્યા હોવાથી ૭૨ હજાર મતદારો તેઓનુ ભાવિ નિર્ધારીત કરનાર હોઇ ઉમેદવારો માટે ચુંટણી પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહેશે

યુનિવર્સિટીમાં પ્રતિષ્ઠાભરી સેનેટની ચુંટણીના પ્રચારનુ કાઉન્ટ ડાઉન પૂર્ણ થયુ છે. આજે સવારથી ૩ વાગ્યા સુધી યોજાનાર મતદાનને લઇને ઉમેદવારોમાં ઉત્સુકતા વર્તાઇ છે. તમામ ઉમેદવારોએ જીત માટેના દાવા કર્યા છે. ફેકલ્ટી ઓફ આર્ટસ, ફેકલ્ટી ઓફ સાયન્સ, બિઝનેશ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ, ફેકલ્ટી લૉ, ફાર્માસ્યુટીકલ, હોમિયોપેથી, હોમ સાયન્સ વિભાગમાં ૧૩ ઉમેદવારો વચ્ચે કશ્મકશ રસાકસીભર્યો જંગ જામ્યો છે. રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ મતદારોને પત્ર અને સોશ્યલ મિડીયાના માધ્યમથી રીઝવવા પ્રયાસ કર્યા છે. ચૂંંટણી બિનપક્ષીય હોવા છતાં ભાજપ અને કોંગ્રેસના સમર્થક ઉમેદવારોને લઇને કેટલાક નેતાઓએ પોતાના સમર્થક ઉમેદવારને વિજેતા બનાવવા એડીચોટીનુ જોર લગાવ્યુ છે. કોરોનાકાળ વચ્ચે આજે તમામ નીતિ-નિયમો નેવે મુકીને મતદાન યોજાનાર છે. ત્યારે પરિણામ બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.