Gujarat

સિહોરમાં અસહ્ય ગરમીમાં વીજકાપથી સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી

By GS TEAM
18 Jun 20261 min read
સિહોરમાં અસહ્ય ગરમીમાં વીજકાપથી સ્કૂલના વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી

વિદ્યાર્થીઓમાં એકાગ્રતા, અભ્યાસ અને સ્વાસ્થ્ય ઉપર પડતી પ્રતિકૂળ અસર

શાળા સમય દરમિયાન છથી આઠ કલાકનો વીજકાપ ન આપવા માંગ

સિહોરસિહોર શહેરમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રારંભ થયાને હજુ થોડા જ દિવસો થયા છે. ત્યાં પીજીવીસીએલ દ્વારા વિવિધ કારણ આગળ ધરી પાવર કાપ ઝીંકવામાં આવતો હોવાથી શાળાના બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સહોરમાં અવાર-નવાર છથી આઠ કલાકનો વીજકાપ આપવામાં આવી રહ્યો છે. શાળા સમય દરમિયાન જ વીજળી ન હોવાના કારણે વર્ગખંડોમાં પંખા, કુલર, પાણીની વ્યવસ્થા અને અન્ય જરૃરી સુવિધા અસરગ્રસ્ત બને છે. પરિણામે વિદ્યાર્થીઓની એકાગ્રતા, અભ્યાસ અને સ્વાસ્થ્ય ઉપર તેની પ્રતિકૂળ અસર પડી રહી છે. ખાસ કરીને નાના ભૂલકાઓ માટે આ સ્થિતિ વધુ કષ્ટદાયક બની જાય છે. સિહોરની અમુક જ શાળાઓમાં જનરેટરની વ્યવસ્થા છે. મોટાભાગની શાળાઓમાં આવી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે હજારો વિદ્યાર્થીઓ કાળઝ)ળ ગરમીમાં અભ્યાસ કરવા મજબૂર બને છે. ત્યારે શાળાના બાળકોના હિતને ધ્યાને રાખી પીજીવીસીએલ દ્વારા શાળા સમય દરમિયાન વીજકાપ ન આપવાની માંગણી ભાવનગર જિલ્લા સ્વર્નિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ, શાળા સંચાલકો, શિક્ષકો, વાલી-વિદ્યાર્થીઓએ ઉચ્ચારી છે. આ બાબતે કલેક્ટર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિ(ારી, મુખ્ય અધિકારી-ન.પા., સિહોરને પણ રજૂઆત કરાઈ છે.