Gujarat

વડોદરા કોર્પોરેશનને રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા SEBIની મંજૂરી

By GS Team
17 Mar 20227 mins read
This article was originally published on 17 Mar 2022
વડોદરા કોર્પોરેશનને રૂ.100 કરોડના બોન્ડ બહાર પાડવા SEBIની મંજૂરી

વડોદરા કોર્પોરેશનને બોન્ડ માટે યુએસ ટ્રેઝરીનું માર્ગદર્શન મળ્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી અઠવાડિયામાં રૂ.100 કરોડના બોન્ડ બહાર પડશે તેમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે છ શહેરમાં યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા બોન્ડ અંગે માર્ગદર્શન પુરૂ પાડવાનું નક્કી થયું હતું.

ઈન્ડો યુએસ ઇકોનોમિક પાર્ટનરશીપ પ્રોગ્રામ અંતર્ગત યુ.એસ ટ્રેઝરી વિભાગ દ્વારા વડોદરા કોર્પોરેશન ને બોન્ડ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં બાર વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી જેમાં વડોદરા કોર્પોરેશનને કોરોના સમયમાં પણ ફાઈનાન્સિયલ બેલેન્સ જાળવ્યું છે તેના વખાણ કર્યા હતા.

16 સરકારી ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાએ બોન્ડમાં રસ દાખવ્યો

વડોદરા કોર્પોરેશન આગામી અઠવાડિયામાં બોન્ડ બહાર પાડવા જઈ રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ 16 ખાનગી, સરકારી ઉદ્યોગો અને નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા એસબીઆઇ કેપ પ્રાઈવેટ પ્લેસમેન્ટ, બેંક ઓફ બરોડા, ટાટા એલ.આઇ.સી ઇન્સ્યોરન્સ, sbi new pension scheme, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, birla life insurance, એશિયન ડેવલપમેન્ટ બેંક તેમજ ગુજરાત સરકારની gujarat state financial services, જીઆઇડીસી,ગુજરાત મેરીટાઇમ બોર્ડ, જીએમડીસી, જીએસએફસી, જીએનએફસી, gujarat alkalies, એ રસ દાખવ્યો છે.

13 કરોડનું ઈન્સેન્ટિવ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમૃત યોજનામાં હિસ્સો ફાળવવાના ભાગરૂપે રૂપિયા ૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડશે જેમાં કેન્દ્ર સરકાર રૂ.13 કરોડની માતબર રકમ ઈન્સેન્ટિવ તરીકે આપશે.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જણાવ્યું હતું કે અમૃત યોજના અંતર્ગત કોર્પોરેશનનો જે હિસ્સો ફાળવવાનો છે તેને ધ્યાનમાં રાખી રૂપિયા ૧૦૦ કરોડના બોન્ડ બહાર કરવામાં આવનાર છે તેમાં કેન્દ્ર સરકારની યોજના મુજબ બોર્ડ ને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે જેમાં કોર્પોરેશનને રૂપિયા ૧૩ કરોડની રકમ પ્રાપ્ત થશે.

કોર્પોરેશનમાં ચાલતી રીંગ ને કારણે એક ઝાટકે બોન્ડના રૂ.100 કરોડ ખર્ચાઈ જશે

અમૃતમ યોજના અંતર્ગત પાણી, ડ્રેનેજ, વરસાદી ગટરના 14 પ્રોજેક્ટ પાછળ રૂપિયા 533.40 કરોડનો ખર્ચ થનાર છે જેમાં 30% ટકા હિસ્સા પ્રમાણે રૂ. 224.30 કરોડ ની રકમ આપવાની થાય છે. કોર્પોરેશનમાં ઇજનેરો , ઇજારદારો, કન્સલ્ટન્ટ અને રાજકીય આગેવાનોની ચાલતી રીંગને કારણે અધિકારીઓના પાપે મંજુર કરેલા ડીપીઆર કરતાં પણ વધારાની ટેન્ડર ની રકમ મંજૂર થયા બાદ રૂ.100 કરોડના બોન્ડ માત્ર બે પ્રોજેક્ટ માં જ ખર્ચાઈ જશે.

વડોદરા કોર્પોરેશન માં નૂર્મ યોજના થી લઈ અમૃત યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરવામાં આવતા હોય છે તેના કરતા વધારે રકમ ટેન્ડર પ્રક્રિયા બાદ કોર્પોરેશનને કાઢવાની થતી હોય છે ત્યારે હાલમાં રૂ. 100 કરોડના બોન્ડ અમૃત યોજના ના સિંધરોટ પાણી પુરવઠા ના પ્રોજેક્ટ અને અમિત નગર ઓક્ઝીલરી પંપીંગ સ્ટેશન પાછળ ખર્ચાઈ જશે.

અમૃત યોજના અંતર્ગત સિંધરોટ થી વડોદરા સુધી પાણી નો નવો જથ્થો લાવવા માટે નો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારમાં રૂપિયા ૧૫૧ કરોડ નો મંજુર થયો હતો તેમાંથી રૂ. 100 કરોડની રકમ કેન્દ્ર સરકાર આપવાની હતી જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઇ ત્યારે રૂ.165. 75 કરોડ અને ત્યારબાદ મહિસાગર મા ઇન્ટેક વેલની

આસપાસમાં વધારાની કામગીરી કરવા પાછળના ખર્ચને કારણે રૂ. 95.75 કરોડ અને અમિત નગર એ પી એસ પાછળ રૂ. 4.25 કરોડ મળી રૂ.100 કરોડ એક ઝાટકે ખર્ચાઈ જશે.

વડોદરા, તા.17 માર્ચ 2022

કેન્દ્ર સરકારની અમૃતમ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.1૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા ની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હવે આગળની કાર્યવાહી કરવા જણાવ્યું છે.આ બોન્ડમાં ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે.

આ અંગે માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર સુધીર પટેલ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે,વર્ષ 2019 ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા પાણી, ડ્રેનેજ, વરસાદી ગટર ના 14 પ્રોજેક્ટ 533.40 કરોડની કિંમતના 30%હિસ્સાની રકમ ભરપાઈ કરવાના ભાગરૂપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ. 1૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા માટે કસરત શરૂ કરી હતી જેમાં પાંચ વર્ષની બેલેન્સશીટ, કેસ ફ્લો, સ્થાવર-જંગમ મિલકતો વિગેરેની માહિતી મેળવી વર્ષ 2015 -16 થી વર્ષ 2020 - 21સુધીના એન્યુઅલ રિપોર્ટ તૈયાર કર્યા હતા જેમાં અક્રુઅલ બેઝ પ્રમાણે નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટ મેન્યુઅલ પ્રમાણે બેલેન્સશીટ તૈયાર કરી હતી જે બાદ ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિયા કરી હતી જેમાં ડિસેમ્બર 2020માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ AA+ અને ક્રિશિલ સંસ્થા એ AA રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-2021માં રાજ્ય સરકારે રૂ. 200 કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મંજૂરી બાદ મર્ચન્ટ બેન્કર કમ એરેંજર તરીકે SBI કેપિટલ માર્કેટ લિમિટેડ, લીગલ કાઉન્સિલ તરીકે એમ વી કીની લો ફર્મ , રજિસ્ટ્રાર તરીકે કેફીન ટેકનોલોજી, ટ્રસ્ટી તરીકે sbi કેપ ટ્રસ્ટી લિમિટેડ ડી મેટ પ્રમાણે ફોર્મ માં નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિ.અને સેન્ટ્રલ ડિપોઝિટરી સિક્યુરિટી, ઓડીટર તરીકે પી ઇન્દ્રજીત એન્ડ એસોસિએટ અને એક્રો એકાઉન્ટ માટે બેંક ઓફ બરોડા ની નિમણૂક કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનીબેલેન્સશીટ પ્રમાણે વર્ષ 2020 -21ની રૂ. 12904 કરોડની થઇ હતી.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પ્રિલિમિનરી પ્લેસમેન્ટ મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવ્યું જેમાં કોર્પોરેશનને લગતી તમામ માહિતી રજૂ કરવામાં આવી હતી અને 850થી વધુ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો હતો.

જે અંગે સેબીમાં ગત તા. 21મી ફેબ્રુઆરીના રોજ રજૂ કર્યો હતો. ત્યારબાદ 2જી માર્ચના રોજ સેબીના ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી અને 15 મી માર્ચના રોજ સેબીએ મંજૂરી આપી આગળની બોન્ડ ને લગતી કામગીરી કરવા જણાવ્યું હતું.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સેબીની મંજૂરી બાદ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને સેબી પર ઓનલાઈન ફાઇનલ પ્લેસમેન્ટ રજૂ કર્યું છે જેમાં ખાનગી અને સરકારી કંપનીઓ ભાગ લેશે આવતા અઠવાડિયે ઓનલાઇન બીડ રજૂ કરશે. જે અંગે કંપનીઓના ઉચ્ચ અધિકારી સાથે પણ વીડિયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા કરી હતી.

વડોદરા કોર્પોરેશનને બોન્ડ માટે યુએસ ટ્રેઝરીનું માર્ગદર્શન મળ્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી અઠવાડિયામાં રૂ.100 કરોડના બોન્ડ બહાર પડશે તેમાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે છ શહેરમાં યુએસ ટ્રેઝરી વિભાગ દ્વારા બોન્ડ અંગે માર્ગદર્શન પુરૂ પાડવાનું નક્કી થયું હતું.

ઈન્ડો યુએસ ઇકોનોમિક પાર્ટનરશીપ પ્રોગ્રામ અંતર્ગત યુ.એસ ટ્રેઝરી વિભાગ દ્વારા વડોદરા કોર્પોરેશન ને બોન્ડ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું એટલું જ નહીં બાર વખત વિડિયો કોન્ફરન્સિંગ કરી હતી જેમાં વડોદરા કોર્પોરેશનને કોરોના સમયમાં પણ ફાઈનાન્સિયલ બેલેન્સ જાળવ્યું છે તેના વખાણ કર્યા હતા.

16 સરકારી ખાનગી કંપનીઓ અને નાણાકીય સંસ્થાએ બોન્ડમાં રસ દાખવ્યો

વડોદરા કોર્પોરેશન આગામી અઠવાડિયામાં બોન્ડ બહાર પાડવા જઈ રહી છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ 16 ખાનગી, સરકારી ઉદ્યોગો અને નાણાકીય સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા એસબીઆઇ કેપ પ્રાઈવેટ પ્લેસમેન્ટ, બેંક ઓફ બરોડા, ટાટા એલ.આઇ.સી ઇન્સ્યોરન્સ, sbi new pension scheme, સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ, birla life insurance, એશિયન ડેવલપમેન્ટ બેંક તેમજ ગુજરાત સરકારની gujarat state financial services, જીઆઇડીસી,ગુજરાત મેરીટાઇમ બોર્ડ, જીએમડીસી, જીએસએફસી, જીએનએફસી, gujarat alkalies, એ રસ દાખવ્યો છે.

13 કરોડનું ઈન્સેન્ટિવ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમૃત યોજનામાં હિસ્સો ફાળવવાના ભાગરૂપે રૂપિયા ૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડશે જેમાં કેન્દ્ર સરકાર રૂ.13 કરોડની માતબર રકમ ઈન્સેન્ટિવ તરીકે આપશે.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ જણાવ્યું હતું કે અમૃત યોજના અંતર્ગત કોર્પોરેશનનો જે હિસ્સો ફાળવવાનો છે તેને ધ્યાનમાં રાખી રૂપિયા ૧૦૦ કરોડના બોન્ડ બહાર કરવામાં આવનાર છે તેમાં કેન્દ્ર સરકારની યોજના મુજબ બોર્ડ ને વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ઈન્સેન્ટિવ આપવાની જાહેરાત કરી છે જેમાં કોર્પોરેશનને રૂપિયા ૧૩ કરોડની રકમ પ્રાપ્ત થશે.

કોર્પોરેશનમાં ચાલતી રીંગને કારણે એક ઝાટકે બોન્ડના રૂ.100 કરોડ ખર્ચાઈ જશે

અમૃતમ યોજના અંતર્ગત પાણી, ડ્રેનેજ, વરસાદી ગટરના 14 પ્રોજેક્ટ પાછળ રૂપિયા 533.40 કરોડનો ખર્ચ થનાર છે જેમાં 30% ટકા હિસ્સા પ્રમાણે રૂ. 224.30 કરોડ ની રકમ આપવાની થાય છે. કોર્પોરેશનમાં ઇજનેરો , ઇજારદારો, કન્સલ્ટન્ટ અને રાજકીય આગેવાનોની ચાલતી રીંગને કારણે અધિકારીઓના પાપે મંજુર કરેલા ડીપીઆર કરતાં પણ વધારાની ટેન્ડર ની રકમ મંજૂર થયા બાદ રૂ.100 કરોડના બોન્ડ માત્ર બે પ્રોજેક્ટ માં જ ખર્ચાઈ જશે.

વડોદરા કોર્પોરેશન માં નૂર્મ યોજના થી લઈ અમૃત યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા જે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ મંજૂર કરવામાં આવતા હોય છે તેના કરતા વધારે રકમ ટેન્ડર પ્રક્રિયા બાદ કોર્પોરેશનને કાઢવાની થતી હોય છે ત્યારે હાલમાં રૂ. 100 કરોડના બોન્ડ અમૃત યોજના ના સિંધરોટ પાણી પુરવઠા ના પ્રોજેક્ટ અને અમિત નગર ઓક્ઝીલરી પંપીંગ સ્ટેશન પાછળ ખર્ચાઈ જશે.

અમૃત યોજના અંતર્ગત સિંધરોટ થી વડોદરા સુધી પાણી નો નવો જથ્થો લાવવા માટે નો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારમાં રૂપિયા ૧૫૧ કરોડ નો મંજુર થયો હતો તેમાંથી રૂ. 100 કરોડની રકમ કેન્દ્ર સરકાર આપવાની હતી જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઇ ત્યારે રૂ.165. 75 કરોડ અને ત્યારબાદ મહિસાગર મા ઇન્ટેક વેલની આસપાસમાં વધારાની કામગીરી કરવા પાછળના ખર્ચને કારણે રૂ. 95.75 કરોડ અને અમિત નગર એ પી એસ પાછળ રૂ. 4.25 કરોડ મળી રૂ.100 કરોડ એક ઝાટકે ખર્ચાઈ જશે.