Gujarat
વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી
By GS TEAM
24 Feb 20261 min read

| symbolic |
વારસિયાની પારસ સોસાયટી નજીક પ્રમુખ સ્વામી નગરમાં રહેતા રોહિત શર્માએ પોલીસને કહ્યું હતું કે,અગાઉની અદાવતને કારણે ગઇકાલે વિશાલે અમારે ત્યાં ઝઘડો કર્યો હતો.જેમાં સમાધાન થયું હતું.
આ બનાવ બાદ આજે બપોરે હું સમા ગયો હતો ત્યારે મારી બહેને ફોન કરીને કહ્યું હતું કે,વિશાલ ઝઘડો કરવા આવ્યો હતો અને તેણે આપણા સ્કૂટરને જ્વલનશિલ પદાર્થ છાંટીને આગ ચાંપી છે.ફાયર બ્રિગેડને પણ આ બનાવની જાણ કરાઇ હતી.જ્યારે પાણીગેટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી મેળવવા તજવીજ હાથ ધરી છે.









