અમદાવાદ,ગુરુવાર,14 મે,2026
વૈશ્વિક સ્તરે સર્જાયેલી પરિસ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલ બચાવવા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે કારપુલીંગ કરીને જવા કમિશનર
બંછાનિધિ પાનીએ આદેશ કર્યો છે.એક પરિપત્રમાં જે અધિકારીઓને ફીલ્ડ વિઝીટમાં જવાનુ
હોય તેમણે ટુ વ્હીલર શેરીંગ કરીને જવા સુચના આપવામા આવી છે.એ.એમ.ટી.એસ.,બી.આર.ટી.એસ.તથા
મેટ્રો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરવા કહેવામા આવ્યુ છે.
જે કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીમા અથવા
નજીકની મ્યુનિસિપલ ઓફિસમાં આવવા કે જવા માટે કારનો ઉપયોગ કરતા હોય તો તેઓએ તેમના રહેઠાણની
નજીક રહેતા કર્મચારીઓ સાથે ઓફિસ આવવા અને જવા માટે કારપુલીંગ કરવાનુ
રહેશે.એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ની હાલમાં ૧૫૩૦ બસ કાર્યરત છે.આગામી સમયમાં નવી
૧૪૦૫ બસ મુકવામા આવનાર છે. આ પરિસ્થિતિમાં કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ
અને કર્મચારીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે.


