Get The App

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો 1 - image


Representative Image

RTE Gujarat Admission 2026-27: રાઇટ ટુ એજ્યુકેશન ઍક્ટ(RTE) અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 એપ્રિલ, 2026થી શરૂ થશે. આ અંગે પ્રાથમિક શિક્ષણ નિયામકે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે.

RTE એડમિશન માટે 4 એપ્રિલથી ભરાશે ફોર્મ

RTE ઍક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં નબળા અને વંચિત પરિવારમાંથી આવતા બાળકોને બિન અનુદાનિત ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-1માં પ્રવેશ મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. આ માટે RTEની સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર આગામી 4 એપ્રિલથી 17 એપ્રિલ, 2026 દરમિયાન RTE હેઠળ ધોરણ-1 માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

RTE એડમિશનની પ્રક્રિયા શરૂ, 4 એપ્રિલથી ભરાશે ફોર્મ, જાણો અરજીને લગતી તમામ મહત્ત્વની વિગતો 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં 'અજય મોદી ટ્રાવેલ્સ'ના નામે 33.87 લાખની છેતરપિંડી, મહિલા સામે પોલીસ ફરિયાદ

RTEમાં ફોર્મ ભરતી વખતે કયા કયા આધાર-પુવારા રજૂ કરવા સહિતની માહિતી સત્તાવાર વેબસાઇટ પરથી મળી રહેશે. આમ, અરજદારે નિયત સમયમર્યાદામાં ઓનલાઇન ફોર્મ ભરીને ક્યાંય જમા કરાવવાનું રહેશે નહીં.