Get The App

માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં રૃા. ૩.૯૩ લાખની ચોરી

તસ્કર ટોળકી દ્વારા મકાનની રેકી કરીને ચોરીઓ કરી રહ્યા છે

વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

Updated: Apr 6th, 2026

GS TEAM

Google News
Google News
માતાજીના નૈવૈધ કરવા જતા વૃદ્ધ દંપતિના મકાનમાં  રૃા. ૩.૯૩ લાખની ચોરી 1 - image

અમદાવાદ, સોમવાર

જશોદાનગરમાં રહેતા વૃદ્ધ અને તેમના પત્ની ગામડે માતાનાજીના નૈવૈધ કરવા બે દિવસ ગયા માટે ગયા હતા. દરમિયાન અજાણી વ્યક્તિએ મકાનના તાળા તોડીને રોકડા રૃા. ૩૦ હજાર અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૯૩ લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ચોરીનો ગુનો નોેધી આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇજાણ ભેદુ દ્વારા આ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

જશોદાનગરમાં વૃદ્ધના ઘરમાં જાણભેદુએ ચોરી કરી હોવાની શંકા આધારે વટવા જીઆઇડીસી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ 

જશોદાનગરમાં વિઠ્ઠલનગરના ટેકરા પાસે વૃદ્ધ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૫-૦૨-૨૦૨૬ ના રોજ ઘરે તાળુ મારીને તેઓ તેમની પત્ની સાથે ગામડે માતાજીના નૈવૈધ કરવા બે દિવસ માટે ગયા હતા. 

તેઓ ગામડે માતાજીના પ્રસંગમાં હતા દરમિયાન પડોશમાં રહેતા સંબંધીએ ફોન કરીને ઘરનું તાળું તૂટેલી હાલતમાં હોવાની જાણ કરી હતી. જેથી વૃદ્ધ દંપિ તાત્કાલિક ઘરે આવીને જોયું તો ઘરમાં બધો સામાન વેર વિખેર પડેલો હતો.તેમજ તિજોરીમાં રહેલા રોકડા રૃા. ૩૦,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૃા.૩.૯૩ લાખની મતાની ચોરી થઇ હોવાની ખબર પડી હતી.