Gujarat

વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી

By GS TEAM
2 May 20261 min read
વેપારી પરિવાર સાથે વતનમાં હતા અને મકાનમાં રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી

અમદાવાદ, શનિવાર

વસ્ત્રાલમાં રહેતા વેપારી પરિવા સાથે બિહાર ખાતે પોતાના વતનમાં ગયા હતા અને તસ્કર ટોળકીએ મકાન તથા તિજોરીના તાળાં તોડીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાલમાં મકાન અને તિજોરીના તાળાં તોડીને રોકડ તથા સોના-ચાદીના દાગીના ચોર્યા ઃ રામોલ પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ

વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશીલા સ્કૂલ પાસે શ્રીજી પાર્ક સોસાયટીમાં રહેતા વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી પરિવાર સાથે તા. ૨૩-૦૪-૨૦૨૬ના રોજ વહેલી સવારે પોતાના વતન બિહાર ગયા હતા.

દરમિયાન પડોશીએ ફોેન કરીને જાણ કરી હતી કે તમારા મકાનના તાળાં તોડીને તસ્કર ટોળકીએ મકાનમાં પ્રવેશીને તિજોરીઓ તોડીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૩.૪૦ લાખની મતાની ચોરી કરી હતી.