ઊર્જા વિભાગની ભરતીમાં ય કૌભાંડ પ્રશ્નપત્ર દીઠ રૂા.21 લાખ લેવાયા

પેપરલીક કૌભાંડની શાહી સૂકાઇ નથી ત્યાં વધુ કૌભાંડ
અરવલ્લી,સા.કાંઠા જિલ્લો ભરતી કૌભાંડનું એપી સેન્ટર ધનસુરાના શિક્ષક અવધેશ પટેલ- અજય પટેલ સૂત્રધાર UGVCL એક જુનિયર આસિ.ની પરીક્ષામાં એક જ સિકવન્સ-નંબર ધરાવતા ઉમેદવારોને એક સરખા માર્ક
અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડકલાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થયાની ઘટનાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં હવે ઉર્જા વિભાગનું ભરતી કૌભાંડ ચાલી રહ્યુ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
PGVCL , UGVCL, DGVCL પરીક્ષામાં ગેરરીતીઓ ચાલી રહી છે. એટલું જ નહીં, નાણાં લઇને પરીક્ષામાં પાસ કરવામાં આવી રહ્યા છે.પ્રશ્નપત્ર દીઠ રૂા.21 લાખ લેવામાં આવ્યા છે. એક લાખ એડવાન્સ લેવાયા હતાં તેવો આપ નેતા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો.આ કૌભાંડને પગલે સરકારમાં દોડધામ મચી છે.
ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી ઉર્જા વિભાગમાં ભરતી ચાલી રહી છે તેમાં ગેરરીતીઓ ચાલી રહી છે. હાલ PGVCL , UGVCL, DGVCL પરીક્ષા પણ લેવામાં આવી રહી છે. આપ નેતા યુવરાજસિંહે ઘટસ્ફોટ કરી એવો આક્ષેપ કર્યો છેકે, ઉર્જા વિભાગની ભરતીમાં ઉમેદવારો પાસે પૈસા લઇને નોકરી આપવામાં આવે છે.
અરવલ્લી, સાબરકાંઠા આ ભરતી કૌભાંડનું એપી સેન્ટર છે. UGVCL જુનિયર આસિસટન્ટની પરીક્ષામાં એક જ સિકવન્સ અને નંબર ધરાવતાં ઉમેદવારોને એક સરખા માર્ક મળ્યા છે. ધનસુરાના શિક્ષક અને ભાજપના નેતા અવધેશ પટેલ ઉપરાંત ટયુશન કલાસ ચલાવતા અજય પટેલ મુખ્ય સૂત્રધાર છે.
એવો આરોપ મૂકાયો છેકે, માત્ર પટેલ, ચૌધરી અને પ્રજાપતિ સમાજના જ ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે. હાલ ઉર્જા વિભાગમાં ગેરરીતીથી પાસ થયેલા ઉમેદવારો નોકરી કરી રહ્યા છે. કૌભાંડ વિના આ શક્ય નથી.પેપરદીઠ રૂા. 21 લાખ લેવાયા છે. એક લાખ એડવાન્સ લેવામાં આવ્યા હતાં અને જયાં સુધી ઉમેદવારનું નામ સિલેક્ટ ન થાય ત્યાં સુધી પૂરા પૈસા નહી લેવા ય નક્કી કરાયુ હતું.
વર્ષ 2018માં . UGVCL જુનિયર આસિસટન્ટની પરીક્ષા, જાન્યુઆરી,2021માં DGVCL પરીક્ષા ઉપરાંત હાલ જેટકો દ્વારા લેવાઇ રહેલી જુનિયર એન્જિનિયરોની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવી રહ્યુ હોવાનો સરકાર પર આરોપ મૂકવામાં આવ્યો છે.
નોંધનીય છેકે, જે તે વખતે સૌરભ પટેલ ઉર્જા મંત્રી હતી. એવો ય આક્ષેપ છેકે, મોટાભાગની પરીક્ષાઓ ઓનલાઇન લેવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રની કંપનીની પણ મીલીભગતથી આખુય ભરતી કૌભૈાંડ ચાલી રહ્યુ છે. આમ, ઉર્જી વિભાગના ભરતી કૌભાંડને પગલે શિક્ષિત બેરોજગારોનો રોષ ભભૂક્યો છે.
અરવલ્લી પોલીસે ત્રણ ટીમ બનાવી પુરાવા એકત્ર કરવાનું શરૂ ક્યુ
ઉર્જા વિભાગની ભરતીનુ એપી સેન્ટર અરવલ્લી જિલ્લો છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસ વડાએ ત્રણ ટીમો બનાવી ભરતી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અવધેશ પટેલની અટકાયત કરી હોવાનું ય જાણવા મળ્યુ છે. આ ઉપરાંત આપ નેતાએ કયા કયા ઉમેદવારોએ ગેરરીતી આચરીને સરકારી નોકરી મેળવી છે તેનો સંપર્ક કરી પુરાવા એકત્ર કરવાનું શરૂ કર્યુ છે.
એક જ ગામના 18 ઉમેદવારોએ કૌભાંડ આચરી સરકારી નોકરી મેળવી
ઉર્જા વિભાગની પરીક્ષામાં સુવ્યવસિૃથત રીતે કૌભાંડ આચરવામાં આવ્યુ છે તેનો આરોપ મૂકતાં યુવરાજ સિંહે જણાવ્યું કે, બાયડ નજીક કોયલા ગામના 18 ઉમેદવારોની ઉર્જી વિભાગમાં પસંદગી છે. આ તમામ ઉમેદવારોએ ગેરરીતી આચરીને સરકારી નોકરી મેળવી છે. UGVCL જુનિયર આસિસટન્ટની પરીક્ષામાં એક લાઇનમાં બેસતા અને એક સરખો સિકવન્સ નંબર ધરાવતા સંખ્યાબંધ ઉમેદવારો પાસ થયા છે. આપ નેતાએ ગેરરીતી આચરીને કોણે નોકરી મેળવી છે તેની વિગતો પણ જાહેર કરી હતી.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમના અધિકારીઓની ય સંડોવણી
ઉર્જા વિભાગની ભરતી કૌભાંડની વિગતો જાહેર કરી આપ નેતાએ એવો ય આક્ષેપ કર્યો હતોકે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અિધકારીઓની ભરતી કૌભાડમાં મુખ્ય ભુમિકા રહી છે. ઉર્જા વિભાગના એક પ્રજાપતિ અટક ધરાવતાં અિધકારીની પણ સંડોવણી છે. સેન્ટ્ર્લ રૂમથી કમ્પ્યુટર ઓપરેટ કરવામાં આવે છે. પરીક્ષા રૂમમાં ઉમેદવાર માત્ર પરીક્ષાનું નાટક જ કરે છે. આમ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અિધકારીઓ તો શંકાના ઘેરામાં જ છે ત્યારે હવે ઉર્જા વિભાગના સરકારના અિધકારીઓ પર આંગળી ચિંધાઇ છે.
ભાજપનો કાર્યકર હશે તો પણ પગલાં લેવાશે : રજની પટેલ
ઉર્જા વિભાગની ભરતી કૌભાંડમાં અરવલ્લી જીલ્લાના ભાજપ મહામંત્રી અવધેશ પટેલની મુખ્ય ભૂમિકા છે. આ અંગે ભાજપના નેતા અને પૂર્વ ગૃહમંત્રી રજની પટેલે જણાવ્યું કે, ભાજપનો કાર્યકર પણ ભરતી કૌભાંડમાં સંડોવાયેલો હશે તો તેની વિરૂધ્ધ પોલીસ કડક કાર્યવાહી કરાશે. આ ઉપરાંત પક્ષ તરફથી પણ કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા, સચિવ મમતા વર્માએ જેટકો પાસેથી રિપોર્ટ મંગાવ્યો, સીસીટીવી ફુટેજ ચકાસાશે
ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ બહાર આવતાં જ સરકારમાં દોડધામ મચી છે. જેટકો દ્વારા લેવાયેલી પરીક્ષામાં ગેરરીતીના મુદ્દે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે, સમગ્ર ઘટનાની પારદર્શક તપાસકરવામાં આવશે. જો આક્ષેપમાં તથ્ય જણાશે તો કસૂરવારો વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
તા.7મી જાન્યુઆરી સુધી પરીક્ષા વધુ સંપૂર્ણ પારદર્શી રીતે યોજવા સરકારે કડક આદેશ કર્યા છે. જેટકો દ્વારા જુનિયર એન્જીનિયરની સિવિલ અને ઇલેકટ્રીક સંવર્ગની 352 જગ્યાઓ માટે આજથી પરીક્ષાઓ શરૂ થઇ છે.22 સેન્ટર પર પરીક્ષા શરૂ થઇ રહી છે અને 35 ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેનાર છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી અને વિડીયો ગ્રાફી દ્વારા સર્વેલન્સ સાથે પરીક્ષા યોજાઇ રહી છે.
દરમિયાન, સરકારે સચિવ મમતા વર્માના વડપણ એક કમિટીની રચના કરી છે જે સમગ્ર કૈાભાંડની તપાસ કરશે. અત્યારે તો મમતા વર્માએ જેટકો પાસેથી સમગ્ર ભરતી વિશેનો રિપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત સીસીટીવી ફુટેજ પણ ંમગાવવામાં આવ્યા છે. આમ, ભરતી કૌભાંડને પગલે સરકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




