Gujarat
વડોદરા શહેરમાં બે મકાનની 150 ફૂટ જેટલી લાંબી કમ્પાઉન્ડ વોલ તોડી રસ્તા ખુલ્લા કરાયા
By GS TEAM
24 Nov 20251 min read
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસ આસપાસ બે મકાન માલિકોએ બનાવેલી કુલ 150 ફૂટ જેટલી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Demolition : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વોર્ડ ઓફિસ આસપાસ બે મકાન માલિકોએ બનાવેલી કુલ 150 ફૂટ જેટલી કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નં.11ની કચેરી આસપાસ જાહેર રોડ રસ્તા પરના બે મકાન માલિકોએ ગેરકાયદે કમ્પાઉન્ડ વોલ બનાવી દીધી હોવાની ફરિયાદો પાલિકા તંત્રને મળી હતી. જેથી દબાણ શાખાની ટીમે બુલડોઝર સાથે ઘટના સ્થળે જઈને આ બંને ગેરકાયદે કમ્પાઉન્ડ તોડી પાડી રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા.