Gujarat

લાખોમાં ઉઠમણું કરનાર રીંગરોડ રાધા ક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટના રીચા ફેશનના સંચાલકો પૈકી વહીવટકર્તા વિષ્ણુ અંકલની ધરપકડ

By GS Team
4 Feb 20221 min read
This article was originally published on 4 Feb 2022
લાખોમાં ઉઠમણું કરનાર રીંગરોડ રાધા ક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટના રીચા ફેશનના સંચાલકો પૈકી વહીવટકર્તા વિષ્ણુ અંકલની ધરપકડ

- વિષ્ણુ અંકલ તરીકે જાણીતા વેપારીએ પુત્ર અને પુત્રવધુ સાથે મળી લસકાણાના લેસપટ્ટીના કારખાનેદાર પાસેથી રૂ. 49.86 લાખની લેસ ખરીદી પેમેન્ટ કર્યું નહીં અને દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા

( પ્રતિનિધિ દ્વારા ) સુરત, શુક્રવાર

લાખોમાં ઉઠમણું કરનાર સુરતના રીંગરોડ રાધા ક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટના રીચા ફેશનના સંચાલકો પૈકી વહીવટકર્તા વિષ્ણુ અંકલની સલાબતપુરા પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લસકાણા સ્થિત મારુતિ ઈન્ડસ્ટ્રીઝમાં લેસપટ્ટીનું કારખાનું ધરાવતા મોટા વરાછાના કારખાનેદાર દિલીપભાઇ લક્ષ્મણભાઇ સાવલીયા પાસેથી રૂ.49.86 લાખની લેસ ખરીદી રીંગરોડ રાધા ક્રિષ્ના ટેક્ષટાઈલ માર્કેટમાં રીચા ફેશનના નામે દુકાન ધરાવતા અને વિષ્ણુ અંકલ તરીકે જાણીતા વેપારી વિષ્ણુભાઇ બંસલ ( રહે.સી-602, શિવ અભિષેક રેસીડન્સી, સોમેશ્વરા પાસે, વેસુ, સુરત ) તેમના પુત્ર યોગેશ ઉર્ફે યોગેશ રોકડી અને પુત્રવધુ રિતુ સાથે મળી લેસપટ્ટીનું પેમેન્ટ કર્યું નહોતું અને દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે દિલીપભાઈએ ગત મંગળવારના રોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

સલાબતપુરા પોલીસે આ પ્રકરણમાં ગતરોજ રિચા ફેશનના વહીવટકર્તા વિષ્ણુભાઇ બંસલ ઉર્ફે વિષ્ણુ અંકલની ધરપકડ કરી હતી.