Gujarat
મુસાફરનો મોબાઇલ લૂંટનાર આણંદનો રીઢો ગુનેગાર પકડાયો
By GS TEAM
2 Mar 20261 min read

વડોદરાઃ રિક્ષામાં બેઠેલા મુસાફરનો મોબાઇલ લૂંટી ફરાર થઇ ગયેલો આણંદનો રિક્ષાચાલક વડોદરા આવતાં જ પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૧૨મી એ એક સિનિયર સિટિઝન ગોત્રી વિસ્તારમાં રિક્ષામાં જઇ રહ્યા હતા ત્યારે કોઇનો ફોન આવતાં વાત કરતા હતા.આ વખતે તેમને ઉતરવાનું સ્થળ આવી જતાં રિક્ષાવાળો ફોન લૂંટી ફરાર થઇ ગયો હતો.
ક્રાઇમ બ્રાન્ચે ઉપરોક્ત રિક્ષા ચાલકની વિગતો મેળવી વાડી શાસ્ત્રી બાગ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો.આણંદથી રિક્ષા લઇ આવતા અરબાઝખાન ઉર્ફે બક્કલ રસીદખાન પઠાણ(કંતાન નગર વસાહત, બોરસદ,મૂળ રહે.પેટલાદ)સામે ચોરી,લૂંટ, દારૃ જેવા એક ડઝન ગુના નોંધાયેલા છે.








