Gujarat

યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો

By GS TEAM
6 Apr 20261 min read
યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો

વડોદરા,યાકુતપુરામાં જૂના ઝઘડાની અદાવત રાખી રિક્ષા ડ્રાઇવર પર  આરોપીઓએ  હુમલો કર્યો હતો. હુમલો કરીને ભાગી ગયેલા આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

યાકુતપુરામાં રહેતા રિક્ષા ડ્રાઇવર નઇમુદ્દીન બસીરૃદ્દીન સૈયદે સિટિ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૪ થી તારીખે થયેલા ઝઘડાની અદાવત રાખી ગઇકાલે અમારા મહોલ્લાની બાજુમાં રહેતા સાજીદ, અસ્ફાક શેખ, ફિરોજ શેખે અમારા ઘર  પાસે આવીને ગાળો બોલી મારી  પર હુમલો કર્યો હતો.સાજીદે ડંડા વડે મને માર માર્યો હતો. મને છોડાવવા આવેલા મારા ભાઇ  પર  પણ આરોપીઓએ હુમલો કર્યો હતો.મોહસીને મારા ભાઇને માથામાં કોઇ હથિયાર વડે મારી દીધું હતું. ત્યારબાદ આરોપીઓ ફરાર થઇ  ગયા હતા. સિટિ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.