Get The App

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન

Updated: Nov 1st, 2025

GS TEAM

Google News
Google News
પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન 1 - image

Gujarat Police :  ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીના બાળકો માટે પોલીસ વિભાગ દ્વારા હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. ગત 14 ઓક્ટોબરના રોજ મધ્યસ્થ પોલીસ વેલ્ફેર ફંડ મોનિટરિંગ કમિટીની સમિક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફના બાળકોને મળતી ઈનામ સહાયમાં 25 ટકાનો વધારો કરાયો છે. સમગ્ર મામલે પોલીસ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કર્યું છે. 

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય

પોલીસ વિભાગ દ્વારા જાહેર કરેલા નોટિફિકેશન મુજબ, ગુજરાત પોલીસના સ્ટાફના બાળકોને ધોરણ 6થી લઈને 12, સ્નાતક, અનુસ્નાત, ડિગ્રી કોર્ષ, પીએચડી સુધીના સ્તર સુધી ઈનામ સહાય મળશે. જેના માટે બાળકોને તેના કોર્ષ અનુરૂપ ટકાવારી મેળવવી રહેશે અને તેના આધારે તેઓને સહાય રકમ આપવામાં આવશે. આમાં દીકરી અને દીકરા માટે અલગ-અલગ સહાય રકમની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોને સહાયની આશા! પાક નુકસાનીનો 3 દિવસમાં સર્વે કરવા રાજ્ય સરકારનો આદેશ

સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન

ગુજરાત પોલીસના સ્ટાફના બાળકોને દેશમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ 10 લાખ રૂપિયાની લોન જોગવાઈ છે. જેમાં દેશમાં અભ્યાસ માટે રૂ.10 લાખ અને વિદેશમાં અભ્યાસ માટે રૂ.15 લાખની લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન 2 - imageપોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન 3 - image