Astro

07 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર કામનો બોજ વધશે, જાણો તમારો દિવસ કેવો રહેશે

By GS Team
7 Nov 20261 min read
TukuTouch Logo
આજનો દિવસ રાશિચક્રના જાતકો માટે મિશ્ર ફળદાયી રહેશે. મેષ રાશિના જાતકોને કાર્યભારમાં વધારો થશે, જ્યારે વૃષભ રાશિના જાતકોએ પરદેશના કામકાજમાં વાણી સંયમ રાખવો પડશે. કર્ક રાશિના જાતકોને યાત્રા-પ્રવાસમાં સાવધાની રાખવી પડશે. કન્યા રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે, પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ટાળવી. વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યની કદર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

07 નવેમ્બર 2026નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર કામનો બોજ વધશે, જાણો તમારો દિવસ કેવો રહેશે

મેષ : નોકરી-ધંધાના કામની સાથે બીજું કોઈ કામ આવી જતાં, અન્ય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો થાય.
વૃષભ : પરદેશના કામકાજ અંગે મિલન-મુલાકાતમાં ધ્યાન રાખવું. વાણીની સંયમતા રાખવી. સંતાનના પ્રશ્ને ચિંતા જણાય.
મિથુન : નોકરી-ધંધે જાવ તો આપને ઘર-પરિવારની ચિંતા રહ્યા કરે અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે.
કર્ક : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતમાં આપે ધ્યાન રાખવું પડે. અડોશ-પડોશમાં વાદ-વિવાદથી સંભાળવું. ખર્ચ જણાય.
સિંહ : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે ઉતાવળ ન કરવી. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
કન્યા : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત થતી જાય. પરંતુ મહત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ ન કરવી.
તુલા : દિવસ દરમ્યાન આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. વાહન ચલાવવામાં સાવધાની રાખવી.
વૃશ્ચિક : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે. દોડધામ-શ્રમ ઘટે.
ધન : આપના કામકાજમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મિત્રવર્ગના સાથ-સહકારથી કામનો ઉકેલ લાવી શકો.
મકર : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું હોય તો ધ્યાન રાખવું. ભાઈભાંડુવર્ગની ચિંતા અનુભવાય.
કુંભ : દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું રહ્યા કરે. કૌટુંબિક-પારિવારીક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય.
મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો વિચારોની દ્વિધા-અસમંજસતા રહ્યા કરે.

  • અગ્નિદત્ત પદમનાભ