Gujarat

પાણી કમિટીની બેઠકમાં થયેલી સમીક્ષા, બોપલ વિસ્તારમાં જુન અંત સુધીમાં નર્મદાનું પાણી મળતુ થવાની વકી

By GS Team
12 Feb 20221 min read
This article was originally published on 12 Feb 2022
પાણી કમિટીની બેઠકમાં થયેલી સમીક્ષા, બોપલ વિસ્તારમાં જુન અંત સુધીમાં નર્મદાનું પાણી મળતુ થવાની વકી

 અમદાવાદ,શુક્રવાર,11 ફેબ્રુ,2022

મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિની બેઠકમાં બોપલ વિસ્તારને નર્મદાનું પાણી મળતુ થાય એ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી.બોપલ વિસ્તારની એક લાખ જેટલી અંદાજિત વસ્તીને જુન અંત સુધીમાં ૨૦ એમ.એલ.ડી.નર્મદાનું પાણી મળતુ થવાની સંભાવના વ્યકત કરાઈ છે.મ્યુનિ.હદમાં સમાવાયેલા ઘુમા ઉપરાંત બોપલ તળાવ સહિતના વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજને લગતા કામ પ્રગતિ હેઠળ છે એને ઝડપથી પુરા કરવા તંત્રને સુચના આપવામાં આવી હતી.

પાણી કમિટીની બેઠક બાદ ચેરમેન જતીન પટેલે આપેલી પ્રતિક્રીયા મુજબ, સમગ્ર બોપલ વિસ્તારને જુન અંત સુધીમાં નર્મદાનું પાણી મળતુ થાય એ માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે.છ જેટલી ઓવરહેડ ટાંકી બનાવવા ઉપરાંત સમ્પ બનાવી પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.મ્યુનિ.હદમાં જે નવા વિસ્તારો સમાવવામાં આવ્યા છે.એ વિસ્તારોમાં ઔડાના સમયમાં નાંખવામાં આવેલી જુની લાઈનો છે.આ લાઈન સ્થાને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન માટે લાઈનના રીપેરીંગ તથા ચોકઅપ સહિતની અન્ય સમસ્યાના નિરાકરણ માટે ૧ .૫૬ કરોડથી વધુની રકમના કામ પાણી કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા હતા.રન્નાપાર્કથી ભુયંગદેવ સુધીના માર્ગ ઉપર હાલ રસ્તાનું કામ ચાલી રહ્યુ છે.આ પરિસ્થિતિમાં રોડ સાથે ડ્રેનેજનું કામ પણ થાય એ માટે સ્થાનિક કોર્પોરેટર દ્વારા બેઠકમાં સુચન કરવામાં આવ્યુ હતું.