Gujarat

ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો

By GS TEAM
12 Dec 20251 min read
ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો

શહેરના ગાજરાવાડીના સિયારામનગરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનો ઉકેલ ન આવતા રહીશોએ આજે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

રહીશોના જણાવ્યા મુજબ, મ્યુ.કોર્પોરેશને આ વિસ્તારમાં રસ્તાની કામગીરી અધૂરી રાખી છે, વિસ્તારમાં દૂષિત અને અપૂરતા પ્રમાણમાં પાણી તથા વરસાદી પાણી અને ડ્રેનેજ ભરાવાની સમસ્યા હલ કરવા વર્ષો જૂની પાણી - ડ્રેનેજની લાઈનો બદલવાની જરૂર હોવાનું સુચવ્યું છે. સમસ્યા અંગે અહીંના કાઉન્સિલર તથા મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓને ઘણીવાર રજૂઆત કરવા છતાં ઉકેલ આવી રહ્યો નથી.

નાગરિકોએ ઉમેર્યું કે, આ વિસ્તારમાં બે કાઉન્સિલર ભાજપના અનેબે કાઉન્સિલર કોંગ્રેસના હોવાથી રજૂઆત કરતા અકબીજા કાઉન્સિલરને મન દુઃખ થાય છે. આ પરિસ્થિતિ વચ્ચે નિર્દોષ નાગરિકો પિસાઈ રહ્યા છે. વોર્ડ નંબર ૧૬ ના એન્જિનિયરની નીતિ સામે પણ સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે.

રોષે ભરાયેલા રહીશોએ વહેલી તકે તેમની સમસ્યોઓને હલ કરવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે.