Get The App

આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ

૮૦-૨૦ યોજનાનો રસ્તો ૮ મહિનાથી અધૂરો, પાર્કિંગ અને દબાણથી માર્ગ સાંકડો થતા લોકો પરેશાન

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
આજવા રોડની ગીત બંગ્લોઝ સોસાયટીમાં દબાણ મુદ્દે રહીશોનો વિરોધ 1 - image

વોર્ડ નંબર-૪માં આવતી આજવા રોડની ગીત બંગ્લોઝસોસાયટીના રહીશોએ સોસાયટીના માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણ મુદ્દે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

રહિશોનું કહેવું છે કે 6 કે, મુખ્ય માર્ગથી ગીત બંગ્લોઝ તથા સુગમપાર્ક સોસાયટીને જોડતો માર્ગ દબાણ અને બેદરકારીપૂર્વકના પાર્કિંગના કારણે ખૂબ જ સાંકડો બની ગયો છે, જેના કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની રહી છે.

આઠ મહિના પહેલા ૮૦-૨૦ યોજના હેઠળ આ માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ માર્ગ પર થયેલા દબાણના કારણે કામ અટકી ગયું છે. પરિણામે છેલ્લા આઠ મહિનાથી રસ્તો અધૂરો રહી ગયો છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મુદ્દે સોસાયટીના રહીશોએ મ્યુનિ. કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજી સુધી દબાણ દૂર કરવા કોઈ અસરકારક કાર્યવાહી કરાઈ નથી. વધુમાં કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા પણ આ અંગે શું પગલાં લેવામાં આવ્યા તેની સ્પષ્ટ માહિતી આપવામાં આવી રહી નથી.

રહીશોએ માગ કરી છે કે, તાત્કાલિક ગેરકાયદે દબાણ દૂર કરી માર્ગની બાકી કામગીરી પૂર્ણ કરવામાં આવે.