Gujarat

વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

By GS Team
26 Jan 20221 min read
This article was originally published on 26 Jan 2022
વડોદરામાં તિરંગાની આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી

- પરેડમાં 12 કુમકોએ ભાગ લીધો, વડોદરામાં પ્રથમ વખત મહિલા પોલીસ અધિકારીએ પરેડનું નેતૃત્વ કર્યું

વડોદરા તા. 26

વડોદરાના પશ્ચિમ રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73માં જનસત્તાક દિનની દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી પ્રદીપભાઇ પરમારે રાષ્ટ્રધ્વજને લહેરાવ્યો હતો અને પોલીસ બેંડની રાષ્ટ્રગીતની સૂરાવલી વચ્ચે સલામી આપી હતી. તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીઓ પણ જોડાયા હતા. સમગ્ર  ઉજવણી સીમિત હાજરી અને કોવીડ પ્રોટોકોલ સાથે કરવામાં આવી


પરેડમાં જિલ્લા પોલીસ, શહેર પોલીસ, ટ્રાફિક, હોમગાર્ડ, એનસીસી, શ્વાનદળ, અશ્વદળની ટૂકડીઓ જોડાઇ હતી. પરેડનું નેતૃત્વ સહાયક પોલીસ કમિશનર રાધિકા ભરાઈએ કર્યું હતું. વડોદરામાં યોજાતા રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પરેડ પ્રથમ વખત કોઈ મહિલાએ નેતૃત્વ કર્યું હોય તેવો આ અવસર હતો. પરેડમાં કુલ 12 કુમકોએ ભાગ લીધો હતો. સાથે, વિવિધ આઠ કચેરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 19 કમૅયોગીઓનું મંત્રીનાં હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસ સામે તકેદારી ડોઝ પણ આપવામાં આવ્યા હતા.