Gujarat

પરીક્ષાની કામગીરી માટે અધ્યાપકો તથા કર્મચારીઓને મહેનતાણું ચૂકવાતું નથી

By GS Team
8 Feb 20221 min read
This article was originally published on 8 Feb 2022
પરીક્ષાની  કામગીરી માટે  અધ્યાપકો તથા કર્મચારીઓને મહેનતાણું ચૂકવાતું નથી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવી રહી છે.જોકે પરીક્ષા માટે પેપર સેટ કરનારા અને ઓનલાઈન સુપરવિઝન કરનારા અધ્યાપકો તેમજ કર્મચારીઓને યુનિવર્સિટી દ્વારા કોઈ પણ જાતનુ મહેતનાણું નહીં ચૂકવાઈ રહ્યુ હોવાથી કચવાટ જોવા મળી રહ્યો છે.

ઓફલાઈન પરીક્ષા લેવાતી હતી ત્યારે પેપર સેટ કરવા માટે અધ્યાપકોને દરેક પેપર દીઠ ૫૫૦ રુપિયા ચુકવાતા હતા.જ્યારે સુપરવિઝન કરનારા કર્મચારીઓને એક પેપર દીઠ ૭૫ રુપિયા આપવામાં આવતા હતા.

કોરોનાના કારણે માર્ચ ૨૦૨૦ બાદ યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા લેવાનુ શરુ કરાયુ છે.જોકે અધ્યાપકોએ ઓનલાઈન પરીક્ષા માટે પણ પેપર તો સેટ કરવા જ પડે છે.આ જ રીતે કર્મચારીઓને પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પર ઓનલાઈન નજર રાખવા માટે સુપરવિઝનની કામગીરી પણ સોંપવામાં આવે છે.

જોકે કેટલાક અધ્યાપકોનુ કહેવુ છે કે, યુનિવર્સિટીએ હવે પરીક્ષાને લગતી કામગીરીનુ મહેનતાણું ચૂકવવાનુ બંધ કરી દીધુ છે.માત્ર ગણતરીના અધ્યાપકોને અત્યાર સુધીમાં પેપર સેટ કરવાના પૈસા ચુકવાયા છે.આમ મહેનતાણુ ચુકવવામાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી છે.પરીક્ષા ઓફલાઈન હોય કે ઓનલાઈન પણ દરેક પેપરને સેટ કરવા માટે ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાકનો સમય જતો હોય છે