Get The App

નાંદોદના તત્કાલીન મામલતદારના રિમાન્ડ આજે પૂરા

ખેડૂત ખાતેદારના પુરાવા ધ્યાને લીધા વગર નોંધ મંજૂર કરતા સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન

Updated: Jun 7th, 2026

GS TEAM

Google News
Google News
નાંદોદના તત્કાલીન મામલતદારના રિમાન્ડ આજે પૂરા 1 - image

વડોદરા, રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારે અગાઉ રદ્દ થયેલી જમીનની નોંધ ખરાઇ કર્યા વિના જ રદ્દ કરી દીધી હતી. જેમાં વિલધારક અને જમીન ખરીદનાર દ્વારા સરકારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. 

 રાજપીપળાના નાંદોદ તાલુકાના બખર ગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ અંગે નાંદોદના તત્કાલીન મામલતદાર આર.બી. પખાવાલાની ધરપકડી કરી સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરે રિમાન્ડ લીધા છે.  વર્ષ ૧૯૮૯ થી ચાલતા આ વિવદમાં એક ત્રાહિત વ્યક્તિએ વર્ષ ૨૦૦૮ માં કરેલી અરજીના આધારે કેસ રિમાન્ડ કરવામાં આવ્યો હતો.ત્યારબાદ આ નોંધ મંજૂર કરી દેવામાં આવી હતી. જેમાં મૂળ ખેડૂત ખાતેદારના  પુરાવા ધ્યાને લેવાયા નહતા.  જે કેસ વર્ષ ૨૦૧૭ માં નર્મદા કલેક્ટરના  ધ્યાને આવ્યો હતો. તપાસ દરમિયાન સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન થયું હોવાનું બહાર આવતા  ગુનો દાખલ થયો હતો. પોલીસ દ્વારા વિલધારક અને મૂળ જમીન માલિકની  પૂછરપછ કરાશે.