Get The App

યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં યોજાનારા એક પ્રદર્શનમાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે.આ  પ્રદર્શનનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શ્રીલંકાની સરકારના સહયોગથી થઈ રહ્યું છે.શ્રીલંકામાં  બહુમતી લોકો બૌધ્ધ ધર્મનું પાલન કરે છે ત્યારે ભારતની પ્રાચીન અને ભવ્ય બૌધ્ધ પરંપરાની ઝલક ત્યાંના લોકોને મળે તે માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે.

મળતી વિગતો પ્રમાણે તા.૩ના રોજ અસ્થિ જેમાં સચવાયેલા છે તે પાત્રને  આર્કિઓલોજી ડિપાર્ટમેન્ટના મ્યુઝિયમમાંથી એરપોર્ટ સુધી સન્માન સાથે લઈ જવાશે. અસ્થિને વડોદરાથી દિલ્હી અને દિલ્હીથી કોલંબો લઈ જવામાં આવશે.સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીઓ તેમજ બૌધ્ધ ધર્મગુરુની સાથે આર્કિઓલોજી વિભાગના ચાર અધ્યાપકો પણ કોલંબો જશે.

તા.૪ થી ૧૧ ફેબુ્રઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે.યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે, ભગવાન બુધ્ધના અસ્થિ આર્કિઓલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે.આ અસ્થિ જ્યારથી મળ્યા છે ત્યારથી તેને આર્કિઓલોજી વિભાગમાં જ સાચવીને રાખવામાં આવ્યા છે.છેલ્લા બે દિવસથી અસ્થિને મોકલવા માટે ફેકલ્ટી સત્તાધીશો અને સ્થાનિક તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત છે.

સંશોધકોને દેવનીમોરી સાઈટ પરથી ૧૯૬૦માં  પવિત્ર અસ્થિ મળ્યા હતા 

 એમ.એસ.યુનિવસટીના આકઓલોજી વિભાગના પ્રોફેસર આર એન મહેતા તેમજ એસ એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ  સંશોધકોએ  ૧૯૬૦ થી ૧૯૬૩ના સમયગાળામાં સાંબરકાંઠા જિલ્લામાં આવેલી અને ભગવાન બુધ્ધના સમયકાળની મનાતી  દેવનીમોરી સાઈટ ખાતે ઉત્ખનન હાથ ધર્યું હતું.જેમાં તે સમયની ધાતુનું એક પાત્ર મળ્યું હતું. તેના પર ભગવાન બુધ્ધના અસ્થિ આ પાત્રમાં સચવાયેલા છે તેવો ઉલ્લેખ પણ હતો.ત્યારથી આ અસ્થિ આકઓલોજી વિભાગમાં સાચવવામાં આવ્યા છે.