Gujarat

અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે

By GS TEAM
11 Nov 20251 min read
અમદાવાદ મ્યુનિ.ની ૬૦ કેસમાં હારને લઈ વિજિલન્સ તપાસનો રીપોર્ટ આજે લીગલ કમિટી સમક્ષ રજૂ કરાશે

 અમદાવાદ,સોમવાર,10  નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છેલ્લા પાંચ વર્ષમાં આર્બીટ્રેશનમાં મુકવામા આવેલા ૬૦ કેસ હારી ગયુ હતુ.એવોર્ડ પેટે અલગ અલગ કેસમાં રુપિયા ૧૦૧ કરોડ ચૂકવવાના થતા કોર્પોરેશન તરફથી તમામ ૬૦ કેસમા કોમર્શીયલ કોર્ટમાં અપીલ દાખલ કરાઈ છે.આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસના આદેશ અપાયા હતા.વિજિલન્સનો રીપોર્ટ આજે મળનારી લીગલ કમિટીમા રજૂ કરાશે.કમિટી ચેરમેને કહયુ, એક પણ કેસમાં રકમ ચૂકવવામા આવી નથી.

પાંચ વર્ષના સમયમાં વિવિધ કોર્ટથી લઈ સુપ્રિમ કોર્ટ સુધી કોર્પોરેશન તરફથી આર્બીટ્રેશનમાં ચાલતા કેસ લડવા નિષ્ણાત એડવોકેટને રુપિયા ૩.૨૫ કરોડ ફી ચૂકવવા છતાં કોર્પોરેશનની તમામ કેસમા હાર થઈ છે. આ બાબતને લઈ વિપક્ષનેતાએ લીગલ વિભાગના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગણી કરી છે.કમિટી ચેરમેનના કહેવા મુજબ, કોર્પોરેશન તરફથી તમામ કેસમા અપીલ દાખલ કરી દેવામા આવી છે.ઉપરાંત જવાબદારો સામે કાર્યવાહી કરાશે.ઓગસ્ટ મહિનામા વિજિલન્સ રીપોર્ટના તારણ કમિટીમા રજૂ કરાયા હતા.એ સમયે વિજિલન્સ વિભાગને તપાસ અંગેનો પુરો રીપોર્ટ રજૂ કરવા કમિટી દ્વારા સુચના આપવામા આવી હતી.