Gujarat

ગુજરાતમાં અવિરત મેઘમહેર, ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર

By GS Team
2 Jul 20241 min read
This article was originally published on 2 Jul 2024
TukuTouch Logo
ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે (બીજી જુલાઈ) રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં અવિરત મેઘમહેર, ભારે વરસાદની આગાહીને પગલે આ જિલ્લામાં શાળા-કોલેજોમાં રજા જાહેર

Gujarat Rain update: ગુજરાતમાં અષાઢ પૂર્વે જ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં 206 તાલુકામાં શ્રીકાર વર્ષા થઈ છે. ત્યારે આજે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે શાળાઓમાં આજે (બીજી જુલાઈ) રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 

બીજી તરફ ભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે નવસારી અને જલાલપોર તાલુકાઓના આંગણવાડી, શાળાઓ, કોલેજો, ITI બંધ રાખવાનો વડીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં શ્રીકાર વર્ષા યથાવત્, 206 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ, આઠ જિલ્લામાં રેડ એલર્ટ

ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી મેઘમહેરને પગલે ગુજરાતમાં સરેરાશ વરસાદનું પ્રમાણ વધીને 14 ટકા થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આજે (બીજી  જુલાઈ) સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ,  મહેસાણા, સાબરકાંઠા,  ગાંધીનગર, અરવલ્લી, ખેડા,  અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, બોટાદ, દીવમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. 

.