Gujarat

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ

By GS TEAM
15 Jan 20262 mins read
TukuTouch Logo
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસીસ્ટન્ટ અને રેખનકાર વર્ગ-3ના પદ પર કુલ 388 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન OJAS પરથી ઓનલાઈન અરજી કરી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ

GSSSB Recruitment 2026: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા માર્ગ અને મકાન વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ અને રેખનકાર વર્ગ-3ના પદ પર કુલ 388 જગ્યા પર ભરતી પ્રક્રિયાને લઈને જાહેરાત કરવામાં આવી છે. ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 16 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી દરમિયાન OJAS પરથી ઓનલાઇન અરજી કરી શકશે. 

વર્ક આસિસ્ટન્ટની 336 જગ્યા પર ભરતી

GSSSBની ભરતી જાહેરાત ક્રમાંક નંબર 355/202526 હેઠળ માર્ગ અને મકાન વિભાગના નિયંત્રણ હેઠળની વિવિધ વર્તુળ કચેરીઓ હસ્તકના વર્ક આસિસ્ટન્ટ વર્ગ-3 માટે કુલ 336 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અધિક્ષક ઈજનેર, સંયુક્ત નિયામક સહિતના પદ માટે અલગ-અલગ જિલ્લામાં ઉમેદવારોની ભરતી કરાશે. આ ભરતી માટે ઉમેદવારો 16થી 30 જાન્યુઆરીની રાત્રે 11:59 સુધી સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પરથી ઓનલાઇન ફોર્મ ભરી શકશે.


આ પણ વાંચો: ગુજરાતની DEO કચેરીઓ હવે સંપૂર્ણ પેપરલેસ: હાર્ડ કોપીમાં ફાઈલ મોકલનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી!

રેખનકારની 52  જગ્યા 

GSSSBની ભરતી જાહેરાત ક્રમાંક નંબર 357/202526 હેઠળ રેખનકારના પદ માટે કુલ 52 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ભરતી માટે કોમ્પ્યુટરની જાણકારીની સાથે સરકાર દ્વારા સ્થાપિત કોઈપણ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી મેળવેલ સિવિલ ડ્રાફ્ટ્સમેનમાં ઓછામાં ઓછું બે વર્ષનું પ્રમાણપત્ર હોય તેવા ઉમેદવારોને લાયક ઠેરવવામાં આવશે.

વર્ક આસીસ્ટન્ટની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

રેખનકારની સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

વર્ક આસીસ્ટન્ટનો વિગતવાર સિલેબસ જોવા અહીં ક્લિક કરો

રેખનકારનો વિગતવાર સિલેબસ જોવા અહીં ક્લિક કરો