અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના એસ. જી. હાઈવે પર ગઈકાલે જાણે રોડ બેફામ સ્પીડે રોંગ સાઈડમાં ડિવાઈડર કૂદાવીને બીજા વાહનચાલકોના જીવ જોખમાય તેવી રીતે ડમ્પર ચલાવતા એક શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જે બાદ આ વીડિયો અમદાવાદ ટ્રાફિક પોલીસને પણ ધ્યાનમાં આવ્યો હતો. આ પછી પોલીસે આ અંગે તપાસ કરીને બેફામ ડમ્પર ચલાવતા શખસની ઓળખ કરીને ખુદ ફરિયાદ કરીને તેની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, ત્રીજી જૂનના રોજ અમદાવાદના એસ. જી. હાઈવે પર જગતપુર ચાર રસ્તા નજીક બેફામ સ્પીડે એક ડમ્પરચાલકે રોંગ સાઈડમાં આવીને ડિવાઈડર કૂદાવીને અન્ય વાહનચાલકોના જીવ જોખમાય એ રીતે યુટર્ન લીધા હતા આ પછી તેણે ફરીથી ડિવાઈડર કૂદાવીને બેફામ સ્પીડે ડમ્પર હંકાર્યું હતું. આ દરમિયાન જગતપુર ચાર રસ્તા ખાતે તેને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા રોકવાનો પ્રયત્ન કરાતા ત્યાંથી પણ તે ભાગી ગયો હતો. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો અન્ય એક જાગૃત નાગરિકે તેના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.
આ પણ વાંચો: વાવ-થરાદ: થરાદ-ઢીમા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત, મહિલાનું ઘટનાસ્થળે જ મોત
આ વીડિયો અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આ પછી પોલીસે ચોથી જૂનના રોજ ફરિયાદ નોંધીને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી અને હાલ ગાંધીનગરના દસક્રોઈ તાલુકામાં આંજણાશેઠના ગોડાઉનમાં રહેતા 26 વર્ષીય વેલારામ રામા કલાસુઆ નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે ડમ્પર પણ જપ્ત કર્યું છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.









