Gujarat

વડોદરા: S-gene ડિટેક્ટ કરવાવાળી RTPCR કીટ થી "ઓમિક્રોન"નું ઝડપી નિદાન

By GS Team
3 Dec 20212 mins read
This article was originally published on 3 Dec 2021
વડોદરા: S-gene ડિટેક્ટ કરવાવાળી RTPCR કીટ થી "ઓમિક્રોન"નું ઝડપી નિદાન

વડોદરા, તા. 03 ડિસેમ્બર 2021 શુક્રવાર

કોરોનાવાયરસ નો નવો વેરિયન્ટ (B.1.1.529) નોંધાયો છે આ વેરિઅંટને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ વેરીઅંટ ઓફ કંસર્ન ગણી તેને ગ્રીક લેટર"ઓમિક્રોન" નામ આપ્યું છે ત્યારે કોરોનાવાયરસ નો આ નવો વેરિઅંટ હાલની RTPCR ની કીટમાં પકડાતો નથી તેવી વિગતો બહાર આવતા ખાસ પ્રકારની અને હાલમાં તમિલનાડુમાં જે નવી કીટ નો ઉપયોગ થઈ રહ્યો છે જેથી S-gene ડીટેક્ટ કરવા વાળી RTPCR થી "ઓમિ ક્રોમ"નું ઝડપી નિદાન જરૂરી બન્યું છે

કોરોના મહામારી દરમિયાન નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે,દક્ષિણ આફ્રિકાના બોત્સવાના માં 9મી નવેમ્બરે genome sequencing માટે લેવાયેલા કોરોના ના સેમ્પલ નું રીઝલ્ટ તારીખ 24 નવેમ્બરે આવતા કોરોના વાયરસ નો નવો વેરિયન્ટ નોંધાયો હતો.

"ઓમિક્રોન "વાયરસ માં સ્પાઈક પ્રોટીનમાં 30 જેટલા mutation નોંધાયા છે જેથી આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઉપર હાવી થઈ ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી જે વ્યક્તિ એ વેક્સિન ના બંને ડોઝ લીધા હોય અથવા અગાઉ કોરોનાથી સંક્રમિત થયા હોય તેવા ને પણ કોરોના "ઓમિક્રોન"ની અસર થઈ શકે છે. હાલમાં વિશ્વના વિવિધ 20 દેશોમાં આ નવો "ઓમિક્રોન "વાયરસ ફેલાઈ ચૂક્યો છે.

આ વાયરસ નો વ્યાપ કેટલો છે તે માટે genome sequencing કરવું જરૂરી છે પરંતુ genome sequencing ના રિઝલ્ટ આવતાં બે થી ત્રણ અઠવાડિયાનો સમય લાગતો હોય છે પ્રારંભિક વૈજ્ઞાનિક પુરાવા એવા સામે આવ્યા છે કે આ વાયરસના એસ. જીન (S-GENE)માં મ્યુટેશન છે. તેથી RTPCR ટેસ્ટમાં એસ.જીન ડીટેકટ થતો નથી. 

ભારતમાં મોટા ભાગની RTPCR ની કીટ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પ્રમાણિત છે. જેમાં RdRp(RNA dependant,RNA polymerase)E,N, ORF gene ડિટેક્ટ કરતી હોય છે. જેમાં (S- gene) પકડાતું નથી પરંતુ તાજેતરમાં તામિલનાડુમાં જે RTPCR ની કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે કીટ નો ઉપયોગ કરવામાં આવે તો સામાન્ય કોરોનામાં N,S,E gene ડીટેક્ટ કરતી હોય છે.

આમ આવી કીટ થી RTPCR કરવામાં આવે અને (S-gene) ડીટેક્ટ થાય નહી તો હાલના સંજોગોમાં એમ કહી શકાય કે આ સંક્રમણ "ઓમિક્રોન "વેરિએન્ટ નું છે. આમ "ઓમિક્રોન્" વેરિઅંટ "S-gene ડ્રોપ આઉટ" અથવા "S-gene ટારગેટ ફેલ્યોર"બતાડે છે તેથી S-gene ડીટેક્ટ કરે તેવી કીટ થી RTPCR કરવામાં આવે તો વહેલી તકે "ઓમિક્રોન"નું સંક્રમણ ઓળખી શકાય તેમ છે. 

ડો. શીતલ મિસ્ત્રી ના જણાવ્યા પ્રમાણે ઓમીક્રોન નો પ્રસાર દર ખૂબ વધુ હોવાથી સામુદાયિક રોગ પ્રતિકારક શક્તિ થ્રેશહોલ્ડ ખૂબ ઊંચો જવાની શક્યતા છે. જેથી 99 થી 100 ટકા લોકોનું વેક્સિનેશન જરૂરી છે ત્યારે એસ, જીન ડિટેક્ટ કરવા વાળી RTPCR કીટ થી "ઓમિક્રોન"નું ઝડપી નિદાન જરૂરી છે.