Gujarat

રણવીરબ્રાર,સુવીર શરણ ઉપસ્થિત રહેશે, ૧૩ નવેમ્બરથી અમદાવાદમાં ફુડ ફેસ્ટ,ઈન્ટરનેશનલ બુક ફેર

By GS TEAM
11 Nov 20251 min read
રણવીરબ્રાર,સુવીર શરણ ઉપસ્થિત રહેશે, ૧૩ નવેમ્બરથી અમદાવાદમાં ફુડ ફેસ્ટ,ઈન્ટરનેશનલ બુક ફેર

  અમદાવાદ,મંગળવાર,11 નવેમ્બર,2025

અમદાવાદમાં ૧૩થી ૧૬ નવેમ્બર ફુડ ફોર થોટ ફેસ્ટ તથા ૨૩ નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ બુક ફેર યોજાશે.ફુડ ફેસ્ટિવલમાં જાણીતા શેફસ રણવીર બ્રાર, સુવીર શરણ, વિક્કી રત્નાની તથા રાજવી પરીવાર ઉપસ્થિત રહેશે.ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ૧૧ દિવસમા ૩૦૦ જુદી જુદી ઈવેન્ટ યોજાશે.ફુડ ફેસ્ટ માટે તૈયાર કરાયેલા લકઝરી પેવિલીયનમાં લંચ તથા ડીનર માટે રુપિયા ૨૫૦૦ ચાર્જ કરવામા આવશે.હાઈ-ટી માટે રુપિયા એક હજાર ખર્ચવા પડશે.

ફુડ ફેસ્ટમાં સ્પિરીચ્યુઅલ પેવિલીયનમાં પુરીના જગન્નાથ મંદિરનો મહાપ્રસાદ મુળ મંદિરના બ્રાહ્મણ રસોઈયાઓ દ્વારા જ તૈયાર કરીને પીરસવામા આવશે.આ પેવિલીયનમાં લંચ માટે ૧૬૦૦ તથા ડીનર માટે રુપિયા ૨૧૦૦ ખર્ચવા પડશે.આ વર્ષે પ્રથમ વખત કોફી પેવિલીયન કાર્યરત કરાશે. ઈન્ટરનેશનલ બુક ફેરમાં વિદ્યાર્થીઓ માટે સ્ટોરી ટેલિંગ,પપેટ થિયેટરથી લઈ ગઝલ,કવિતા,ડ્રામા ઉપરાંત રોજ વિવિધ વિષય ઉપર સ્પર્ધા યોજાશે.૨૧ નવેમ્બરે મસ્તી કી પાઠશાલા આકર્ષણ બનશે.આ ઉપરાંત જાણીતા કલાકારો લોક સંગીત, મુશાયરામાં ભાગ લેશે.આ ફેસ્ટિવલમાં વિનામૂલ્યે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટીવલનુ આયોજન કરાયુ છે.જેમાં રોજ સાંજે ૫.૩૦થી ૭.૩૦ કલાક દરમિયાન આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મો પ્રદર્શિત કરવામા આવશે.