Get The App

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: રાજપીપળામાં કોંગ્રેસે કબ્રસ્તાનની સંભાળ રાખતા વ્યક્તિને આપી ટિકિટ

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
Rajpipla Congress Candidate


Rajpipla Congress Candidate: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. ચૂંટણીમાં AAP, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પોતાના એવા ઉમેદવારને મેદાને ઉતારે છે કે જેઓ આર્થિક સક્ષમ હોવાની સાથે ગામમાં નામના ધરાવતા હોય, જેથી તેઓ ચૂંટણીમાં જીતી શકે. પરંતુ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે એક એવા વ્યક્તિને ટિકિટ આપી છે કે જેઓ મજૂરી કામ કરે છે અને કબ્રસ્તાનમાં કબરો ખોદી સેવાનું કાર્ય કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, એમની પાસે એક આધુનિક જમાનાનો એન્ડ્રોઈડ મોબાઈલ પણ નથી. જો કે, ટિકિટ મળતાં તેઓ હાલતો પ્રચારમાં લાગ્યા છે. 

રાજપીપળામાં કોંગ્રેસે કબ્રસ્તાનની સંભાળ રાખતા શ્રમિકને આપી ટિકિટ

નર્મદા જિલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. જોકે ચૂંટણી આવે એટલે મતદારો પાસે મત લેવા નેતાઓ અનેક નુસખા અજમાવતા હોય છે. આમ ચૂંટણી કોઈપણ હોઈ પણ દરેક પક્ષ પોતાના ઉમેદવારને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવતા હોય છે.

આ પણ વાંચો: ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી

હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. જેમાં તમામ પક્ષો આર્થિક અને સામાજિક રીતે સક્ષમ ઉમેદવારોને પસંદ કરે છે, પરંતુ રાજપીપળા શહેરમાં કોંગ્રેસે વોર્ડ નંબર-5 માટે કબ્રસ્તાનની સંભાળ રાખતા હનીફ મહમદ ફકીરને ટિકિટ આપી છે.

સાદગીથી રહેતા હનીફ મહમદ પોતાની પેનલ સાથે ચૂંટણી પ્રચારમાં ઉતર્યા છે. આમ મહેનતુ વ્યક્તિને મતદારો પણ આવકારી રહ્યા છે. પરંતુ હવે આગામી સમય જ બતાવશે કે કોની જીત થશે.